• તુર્કી દેશમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત્
  • રખડતા શ્વાનોના ત્રાસને લઈ તુર્કીની સંસદમાં એક બિલ રજૂ કરાયું
  • રસ્તા પર શ્વાનો સેંકડો લોકોને બચકાં ભરી ચુકયા હોવાથી સરકાર પણ ચિંતિત


જો તમે ફરવા જવા તુર્કી જવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જશો. કારણ કે, તુર્કી દેશ અત્યારે એક એવી સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે જે પર્યટકો માટે ખતરો છે. તુર્કીની સંસદમાં એક નવા કાયદા પર ચર્ચા શરૂ થઈ છે. જેનો હેતુ લાખો રખડતા શ્વાન પર કાબૂ મેળવવાનો છે. તુર્કીમાં રખડતા શ્વાન એટલા બધા વધી ગયા છે કે નાગરિકોનું માર્ગ પર ચાલવું મુશ્કેલ બન્યું છે. દેશમાં હડકવા અને શ્વાનોના હુમલા વધી ગયા પછી તુર્કીની સંસદમાં કાયદો રજૂ કરવામાં આવ્યો છે.

 

આ કાયદો બીમાર શ્વાનો અને હુમલા કરતા શ્વાનોને મારવાની મંજૂરી આપશે. આ ઉપરાંત શ્વાનોને ખુલ્લામાં છોડનાર પર દંડ 30 ટકાથી વધી છ હજાર લીરા એટલે કે 1800 ડોલર કરી દેવામાં આવ્યો છે. આ કાયદા પછી જનાવર પ્રેમીઓ અને સુરક્ષિત માર્ગની માંગ કરનાર સામસામે આવી જશે.

શું શ્વાનોને તુર્કી સરકાર મારી નાખશે

હડકવાના વધતા કેસને લઈ સરકારની ચિંતા વધી ગઈ છે. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને બિલ પર ચર્ચા પહેલા કહ્યું કે, તુર્કીને કોઈ બીજા દેશની જેમ એક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે ઝડપથી વધી રહી છે. એર્દોગાને કહ્યું કે લોકો સલામત રીતે માર્ગો પર જાય તેવી માંગણી ઉઠાવી રહ્યા છે. શું અધિકારી સુરક્ષિત માર્ગોના નામ પર શ્વાનોની હત્યા કરાવશે. જો કે અધિકારીઓએ આ વાતથી ઈનકાર કર્યો છે કે તેઓ સમસ્યાના સમાધાનના સામૂહિક હતત્યાનું અભિયાન ચલાવશે.

જનાવરો માટે કામ કરનાર સંગઠને એક વ્યાપક ખસીકરણ અભિયાન ચલાવવાની માંગ કરી છે. જ્યારે વિપક્ષના નેતાઓએ દાવો કર્યો છે કે જો આ બિલ ફેરફાર વગર પાસ થયું તો તે આનો વિરોધ કરશે. અને તેઓના મેયર આ બિલને લાગુ નહીં કરે.

શ્વાન માટે તુર્કી

આ ગંભીર મુદ્દા પર તુર્કી દેશ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જ્યાં એકબાજું કેટલાક લોકો માર્ગોને સુરક્ષિત કરવા કઠોર પગલાંનું સમર્થન કરી રહ્યા છે ત્યારે બીજી બાજું જનાવરોના રક્ષણ માટે અવાજો ઉઠી રહી છે. તુર્કીમાં ગત કેટલાક દિવસોથી આ કાયદા વિરુદ્ધ પ્રદર્શ થઈ રહ્યા છે. સમય જ જણાવશે કે તુર્કીની આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરે છે. આ સમસ્યાનું સમાધાન થયા સુધી ટુરિસ્ટોએ સાવધાની વર્તવાની જરૂર છે.

ભારતીય પ્રવાસીઓને તુર્કી પસંદ પડયું

ભારતથી તુર્કી જતા પર્યટકોની સંખ્યા દર વર્ષે સતત વધતી જઈ રહી છે. વર્ષ-2023માં તુર્કી જતા ભારતીયોમાં 18 ટકાનો વધારો થયો છે. તુર્કીમાં ભારતીય પર્યટક 2022માં બે લાખ 30 હજાર હતા. હવે આ સંખ્યા વધીને પોણા ત્રણ લાખ થઈ ગઈ છે.

  • Follow us on: