• કોરોનાના વેરિયન્ટ માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢે તેવા સચોટ ટેસ્ટનું સંશોધન
  • સાઉથ-વેસ્ટર્ન મેડિકલ સેન્ટરના સંશોધકોએ 4000 દર્દીઓના સેમ્પલનું CoVarScan ટેસ્ટ કર્યું
  • જ્યારે કેટલાક સંશોધકોનું માનવું છે કે આ ટેસ્ટ સંપૂર્ણ સાચો નથી

USમાં વૈજ્ઞાનિકોએ કોરોનાના વર્તમાન સમયના તમામ વેરિયન્ટ માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢે તેવા સચોટ ટેસ્ટનું સંશોધન કર્યું છે. CoVarScan ટેસ્ટ - SARS-CoV-2 વાયરસ પરના આઠ હોટસ્પોટ્સની શોધ કરે છે, જેને કોવિડ-19 માટે જવાબદાર માનવામાં આવે છે.

ટેક્સાસ યુનિવર્સિટીના સાઉથ-વેસ્ટર્ન મેડિકલ સેન્ટરના સંશોધકોએ 4000 જેટલા દર્દીઓના સેમ્પલનું CoVarScan ટેસ્ટ કર્યું હતું. જનરલ ક્લિનિકલ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોનાના નિદાનમાં ટેસ્ટ સંપૂર્ણ સચોટ છે અને કોરોના તમામ વેરિયન્ટમાં તફાવત સફળતાપૂર્વક શોધી શકે છે. સાઉથ-વેસ્ટર્ન યુનિવર્સિટીના આસિસટન્ટ પ્રોફેસર જેફરે સોરેલે જણાવ્યું હતું કે આ ટેસ્ટથી આપણને તરત જ ખબર પડી જશે કે સમુદાયમાં ક્યા પ્રકારનો વેરિયન્ટ છે. કોઈ નવો વેરિયન્સ સામે આવ્યો છે કે કેમ તેની પણ આપણને જાણ થઈ શકશે.

જ્યારે કેટલાક સંશોધકોનું માનવું છે કે આ ટેસ્ટ સંપૂર્ણ સચોટ નથી અને ભવિષ્યના કોવિડ સ્ટ્રેન તેની પકડમાં ન પણ આવે. વર્તમાનમાં કોવિડના સ્ટ્રેનની તપાસ કરવા માટે વૈજ્ઞાનિકો જીનોમ સ્કિવેન્સિસ કરે છે, જે ઘણું સમય લે છે. વાયરસમાં હાજર RNA સિક્વન્સનું તપાસ કરવામાં આવે છે.

સોરેલેની ટીમે એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધી UT સાઉથવેસ્ટર્ન ખાતે એકત્ર કરાયેલા 4,000 થી વધુ કોવિડ-19-પોઝિટિવ નેસલ સ્વેબ સેમ્પલ પર પરીક્ષણ કર્યું હતું, જેમાં લક્ષણો ધરાવતા અને લક્ષણો વગરના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


  • Follow us on: