જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. પાકિસ્તાન તરફ તમામ દેશો રોષ દર્શાવી રહ્યા છે. સાંસદ બોબ બ્લેકમેને તાજેતરમાં તેમના સંસદમાં એક ભાષણ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં કાર્યરત આતંકવાદી શિબિરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ નિવેદનમાં તેમણે ખાસ કરીને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોને પાકિસ્તાન દ્વારા આશ્રય આપવામાં આવતો હોવા તરફ ઈશારો કર્યો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા કહ્યું કે આ કાયરતાપૂર્ણ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.
કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને ભારતની કાર્યવાહી “ઓપરેશન સિંદૂર” ને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આ હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે બ્રિટિશ સરકાર માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી આતંકવાદી અડ્ડાઓ દૂર કરવા માટે પગલાં લેવાનો આ યોગ્ય સમય છે.













