• 14 વર્ષ બાદ બ્રિટનમાં સત્તા પરિવર્તન
  • કીર સ્ટાર્મર બ્રિટનના નવા PM બનશે
  • લેબર પાર્ટીએ બહુમતી મેળવી

બ્રિટનની જનરલ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જે પ્રમાણે એક્ઝિટ પોલ આવ્યા હતા તે પ્રમાણે જ પરિણામ પણ આવ્યું છે. વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટી હારી ગઈ છે. આ  ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો છે. કીર સ્ટાર્મરને તેમની જીત પર ઋષિ સુનકે અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. બ્રિટનમાં આજે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તા પરિવર્તન થશે. જો કે આમ છતાં ઋષિ સુનક તેમની બેઠક પરથી જીતી ચુક્યા છે. 


[[$googlead]]

એક્ઝિટ પોલમાં લેબર પાર્ટી આગળ હતી

[[$alsoread]]

બ્રિટનમાં મતદાન યોજાયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં એ પણ સામે આવ્યું છે કે કીર સ્ટાર્મર બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમની લેબર પાર્ટી જંગી બહુમતી સાથે સંસદીય ચૂંટણી જીતશે. જ્યારે એક્ઝિટ પોલમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ્સ દર્શાવે છે કે લેબર પાર્ટી 650 સીટોવાળી સંસદમાં 410 સીટો જીતશે, જેના કારણે 14 વર્ષ જૂની કન્ઝર્વેટિવની આગેવાની હેઠળની સરકાર આ વખતે પડી જશે. અત્યાર સુધીની મતગણતરી પરથી એવું જ લાગી રહ્યું છે. અનુમાન છે કે સુનકની પાર્ટીને માત્ર 131 બેઠકો મળશે, જ્યારે અગાઉ કન્ઝર્વેટિવ પાર્ટીને 346 બેઠકો મળી હતી. આ વખતે કન્ઝર્વેટિવ્સની આ સ્થિતિ પાછળનું કારણ પાર્ટીની અંદર ચાલી રહેલી લડાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્ટાર્મરે જનતાનો આભાર માન્યો હતો

પાર્ટીને મળી રહેલું જંગી સમર્થન જોઈને કીર સ્ટાર્મરે જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જેમણે અમને વોટ નથી આપ્યો અમે તેમના માટે પણ કામ કરીશું. સ્ટાર્મરે જનતાને કહ્યું કે હું તમારા માટે બોલીશ, તમારા માટે દરરોજ લડીશ, પરિવર્તન માટે તૈયાર છું. કીર સ્ટાર્મરે કહ્યું કે પરિવર્તન હવે તમારા મતથી શરૂ થઈ રહ્યું છે.

  • Follow us on: