• ક્રિમીયામાં બ્લેક સી નેવી હેડક્વાર્ટર પર યુક્રેને મિસાઈલ હુમલો
  • યુક્રેને ક્રિમીયામાં અનેક ટાર્ગેટને નિશન બનાવ્યા
  • મિસાઈલ હુમલા બાદ એક રશિયન સૈનિક ગુમ

રશિયાના કબજા હેઠળના ક્રિમીયામાં બ્લેક સી નેવી હેડક્વાર્ટર પર યુક્રેને મિસાઈલ હુમલો કર્યો છે. હાલમાં યુક્રેને ક્રિમીયામાં અનેક ટાર્ગેટને નિશન બનાવ્યા છે અને મિસાઈલો છોડી છે. આ હુમલાની માહિતી આપતા રશિયાએ કહ્યું છે કે મિસાઈલ હુમલા બાદ એક રશિયન સૈનિક ગુમ છે. અહેવાલ અનુસાર, ક્રિમીયાના સેવાસ્તોપોલ વિસ્તારમાં એક ઈમારતમાં ધુમાડાના વાદળો દેખાઈ રહ્યા છે.

હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી કેનેડાની મુલાકાતે છે. ત્યાં તેમણે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો યુક્રેનને મદદ કરવા બદલ આભાર માન્યો હતો.

હુમલા બાદ યુક્રેને શું કહ્યું?

યુક્રેનિયન સૈન્ય સાથે સંકળાયેલ સ્ટ્રેટકોમ યુક્રેને જણાવ્યું હતું કે યુક્રેને નૌકાદળના બેઝ પર સફળતાપૂર્વક હુમલો કર્યો હતો. અમે તમને કહ્યું હતું કે ત્યાં વધુ (હુમલા) થશે, યુક્રેનની વાયુસેનાના કમાન્ડર જનરલ માયકોલા ઓલેશ્ચુકે ટેલિગ્રામ પર કહ્યું. યુક્રેન હવે ક્રિમીયા વિસ્તારમાં સતત હુમલાની યોજના બનાવી રહ્યું છે.

અમેરિકા લાંબા અંતરની મિસાઈલ આપશે

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન યુક્રેનને લાંબા અંતરની અદ્યતન મિસાઇલો આપવાની યોજના બનાવી છે. અમેરિકન મીડિયાએ અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે કે અમેરિકા યુક્રેનને 300 કિમી સુધીની રેન્જવાળી આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (ATACMS) મિસાઈલો પણ આપશે.

ક્રિમીયા સેવાસ્તોપોલ બંદર પર થયેલા હુમલામાં સ્ટોર્મ શેડો મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિટન અને ફ્રાન્સે આ મિસાઈલ યુક્રેનને આપી છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિને અમેરિકન મિસાઈલ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાતની પુષ્ટિ કરી ન હતી પરંતુ તેમણે કહ્યું કે બંને દેશો લાંબા અંતરના હથિયારો, તોપના ગોળા અને અન્ય ઘણા પ્રકારના હથિયારો પર ચર્ચા કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, હું માનું છું કે ગઈકાલે રાષ્ટ્રપતિ બાઈડેન સાથે ચર્ચા કરાયેલ મોટાભાગના મુદ્દાઓ પર, મને લાગે છે કે અમે સમજૂતીના સ્તર પર પહોંચીશું.


  • Follow us on: