યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો આ યુદ્ધમાં બેઘર થઈ ગયા છે. બન્ને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે સંસદના અધ્યક્ષે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં ઘણા અન્ય મંત્રીઓએ પણ પદ છોડી દીધું છે પરંતુ દિમિત્રો કુલેબા સૌથી મોટો ચહેરો છે.

યુક્રેનના કૂટનીતિનો મહત્વપૂર્ણ ચહેરો

દિમિત્રો કુલેબાએ યુદ્ધ દરમિયાન યુક્રેનના કૂટનીતિનો મહત્વપૂર્ણ ચહેરો છે. યુક્રેનના વર્ખોવના રાડાના વિદેશ મામલોના મંત્રી દિમિત્રો કુલેબાએ રાજીનામું આપ્યું. રુસ્લાન સ્ટેફનચુકે સોશિયલ મીડિયા પર કહ્યું કે, સંસદ ટૂંક સમયમાં તેમના રાજીનામા પર મતદાન કરશે. 43 વર્ષીય દિમિત્રો કુલેબા 2020થી યુક્રેનના વિદેશ મંત્રી પદ પર હતા. રશિયાના 2022ના હુમલા પછી કિવ માટે પશ્ચિમી સમર્થન મેળવવા માટે તેણે વિશ્વનો પ્રવાસ કર્યો હતો.

વધુ 6 મંત્રીઓએ રાજીનામા આપ્યા

વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા ઉપરાંત યુક્રેનના 6 વધુ મંત્રીઓએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. તેમાં ન્યાય, વ્યૂહાત્મક ઉદ્યોગ અને પર્યાવરણ સંરક્ષણ મંત્રીનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં દિમિત્રો કુલેબા ભારતીય પ્રવાસ પર આવ્યા હતા. દિમિત્રો માર્ચ મહિનામાં પહેલી વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેઓ ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસરીને મળ્યા હતા.

દિમિત્રો કુલેબાનો ભારત પ્રવાસ

ડો. એસ. જયશંકર અને દિમિત્રો કુલેબા વચ્ચે 29 માર્ચ 2024ના રોજ મુલાકાત થઈ હતી. આ બેઠકમાં વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય, સંસ્કૃતિ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સહિત ભારત અને યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બન્ને મંત્રીઓએ ભારત-યુક્રેન વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, તકનીકી, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક સહયોગ અંગે અલગ-અલગ ચર્ચા કરી હતી.


  • Follow us on: