યુનિસેફે તાલિબાનને અફઘાનિસ્તાનમાં છોકરીઓના શિક્ષણ પરનો પ્રતિબંધ હટાવવાની અપીલ કરી છે. યુનિસેફે આ અપીલ એવા સમયે કરી છે જ્યારે અફઘાનિસ્તાનમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. એજન્સીએ કહ્યું કે આ પ્રતિબંધને કારણે 4 લાખ વધુ છોકરીઓ તેમના શિક્ષણના અધિકારથી વંચિત રહી ગઈ છે. આ સાથે જ એવી છોકરીઓની કુલ સંખ્યા વધીને 22 લાખ થઈ ગઈ છે જે છઠ્ઠા ધોરણ પછી ભણી શકી નથી.
યુનિસેફે અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોને અપીલ કરી છે કે તેઓ 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદથી શિક્ષણના અધિકારથી વંચિત રહી ગયેલી લાખો છોકરીઓના ભવિષ્યને બચાવવા માટે કન્યા શિક્ષણ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવે. એજન્સીએ કહ્યું કે તેણે કહ્યું કે આ પ્રતિબંધ લાખો અફઘાન છોકરીઓના ભવિષ્યને નુકસાન પહોંચાડશે.













