- અમેરિકામાં આવેલા મિસ્કામિકટ બીચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
- ડ્રેગન ફલાઈના ટોળાએ પ્રવાસીઓ પર હુમલો કરતા ત્યાંથી લોકોએ ચાલતી પકડી હતી
- નિષ્ણાતો પ્રમાણે ગરમીની સિઝનમાં ડ્રેગન ફલાઈ પ્રજનન માટે બહાર આવતા હોવાનો દાવો
જગત જમાદાર બની બેઠેલા એવા અમેરિકામાં આવેલા મિસ્કામિકટ બીચનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એવું જોવા મળે છે કે, દરિયા કિનારે ડ્રેગન ફલાઈના એક વિશાળ જૂંડે ત્યાં પ્રવાસ કરવા આવેલા પ્રવાસીઓ પર ભારે હુમલો કરી દીધો હતો. જેના લીધે મિસ્કામિટ સ્ટેટ બિચ પર લોકો પોતાનો સામાન બાંધી ત્યાંથી ચાલતી પકડતા જોઈ શકાય છે. લોકોએ પ્રવાસ અધવચ્ચે પડતો મૂકીને આ બિચને છોડવાની લોકોને નોબત આવી હતી.
ડ્રેગન ફલાઈના ઝૂંડે કરેલા હુમલા અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ ઘટના શનિવારના બપોરની છે. જ્યારે લોકો સમુદ્ર તટ પર રજા માણવા આવ્યા હતા. આ દરમ્યાન સવારથી ભારે પ્રમાણમાં ડ્રેગન ફલાઈ બપોર સુધી લાખોની સંખ્યામાં ત્યાં ઉમટી પડી હતી. જેથી આખો વિસ્તાર આ ડ્રેગન ફલાઈથી ઉભરાઈ ગયો હતો. આને જોઈ પ્રવાસીઓમાં ભારે ડરનો માહોલ છવાયો હતો. લોકો ડરના માર્યા ત્યાંથી રીતસરના દોડતા નજરે પડયા હતા. તો કેટલાક લોકો આ ડ્રેગન ફલાઈને હટાવતા પણ જોઈ શકાતા હતા. જો કે એક સોશિયલ મીડિયા પર નિષ્ણાતોએ આ ડ્રેગન ફલાઈ અંગે જણાવ્યું કે આ માખીએ ગરમીની સિઝનમાં પ્રજનન દરમ્યાન નાના કીડા ખાતી રહે છે. હવામાનમાં ગરબડને લીધે હવામાં ઉડાઉડ કરે છે અને બાદમાં તેઓ ધીમે ધીમે શાંત થઈને ત્યાંથી ચાલી જાય છે.
