• અમેરિકા-ભારતના સંબંધોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું: એન્ટની બ્લિંકન
  • અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકંને ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી
  • સ્વતંત્રતા અને માનવ ગરિમાના પ્રત્યે અમારી સંયુક્ત કટિબદ્ધતા: અમેરિકા

ભારત આજે પોતાના 78મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી રહ્યો છે. આ પ્રસંગે અમેરિકાએ ભારતને શુભકામના પાઠવી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતને શુભેચ્છા પાઠવવાની સાથે બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી પર પ્રકાશ નાંખ્યો હતો. બ્લિંકને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્ચું કે, બંને દેશો મજબૂત સંબંધો અને ઉજ્વવળ ભવિષ્યની પ્રાર્થના કરે છે.

બ્લિંકને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકા તરફથી હું ભારતના લોકોને 15 ઓગસ્ટે પોતાના દેશની આઝાદીની વર્ષગાંઠની ઉજવણી માટે શુભકામના પાઠવું છું. આ મહત્ત્વપૂર્ણ દિવસે અમે ભારતીય લોકોના સમૃદ્ઘ અને વિવિધ ઈતિહાસ અને અમેરિકા-ભારત સંબંધોના ભવિષ્યની ઉજવણી કરીએ છીએ.

'લોકશાહી અને સ્વતંત્રતા પ્રત્યે અમારી સહિયારી પ્રતિબદ્ધતા'

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમારી વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી અમારા લોકો અને અમારી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના ગાઢ સંબંધો અને લોકશાહી, સ્વતંત્રતા અને માનવીય ગૌરવ પ્રત્યેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે."

નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ શુભકામના પાઠવી

નેપાળના વડાપ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને 78મા સ્વાતંત્ર્ય દિવસ પર શુભકામના પાઠવી હતી. તેમને સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ દિવસ અમારા દેશો વચ્ચે મિત્રતા અને સહયોગના બંધનને વધુ મજબૂત કરે. નેપાળ-ભારતના સંબંધોને આગળ વધારાની આશા રાખે છે.

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે 78મા સ્વાતંત્ર્ય દિવસે સતત 11મી વાર રાષ્ટ્રીય ધ્વજ રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો. પીએમ દ્વારા જેવો ધ્વજ ફરકાવ્યો કે વાયુસેનાએ બે મોટા હેલિકોપ્ટર ધ્રુવ દ્વારા કાર્યક્રમ સ્થળે પુષ્પોની વર્ષા કરી હતી.