- અમેરિકામાં 25 વર્ષીય ભારતીય યુવતી ગુમ થઈ
- યુવતી છેલ્લે ઘરમાંથી બહાર નીકળતા સીસીટીવીમાં કેદ થઈ
- ગુમ થયેલી ફેરીન ખોજાને શોધવામાં પોલીસ વ્યસ્ત
અમેરિકના ન્યૂયોર્ક શહેરમાં એક 25 વર્ષીય ભારતીય યુવતી ગુમ થઈ ગઈ છે. ન્યૂયોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તે છેલ્લીવાર તેના ઘરની બહાર નીકળતી જોવા મળી હતી. તેણી છેલ્લે ઓલિવ ગ્રીન જેકેટ, ગ્રીન સ્વેટર અને બ્લૂ જીન્સ પહેરેલી જોવા મળી હતી. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ગુમ થયેલી યુવતીને શોધવા માટે લોકોની મદદ લઈ રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે ફેરીન ખોજા 'બાયપોલર ડિસઓર્ડર'થી પીડિત છે.
આ યુવતી પહેલી માર્ચના રોજ જોવા મળી હતી













