- રવિવારથી રમઝાન માસ શરૂ થતા બાઈડેને મુસ્લિમ સમુદાયને શુભેચ્છા પાઠવી
- ઈઝરાયલ બંધકોને મુક્ત કરવા સમજુતી અને યુદ્ધવિરામને લઈ બાઈડેને નિર્ણય જાહેર કર્યો
- ગાઝાને તમામ પ્રકારની મદદ કરવાની અમેરિકાની તમામ તૈયારી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે રમઝાન મહિનાના પહેલા દિવસે વિશ્વભરના મુસ્લિમ સમુદાયને શુભેચ્છા પાઠવી. પોતાના સંદેશમાં ઈઝરાયેલ-હમાસ સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવા સંબંધિત સમજૂતી હેઠળ ગાઝામાં ઓછામાં ઓછા છ અઠવાડિયાના યુદ્ધવિરામ માટે અમેરિકા કામ કરવાનું ચાલુ રાખશે.
બાઈડેને કહ્યું, "અમે સ્થાયી અને દૂરગામી સ્થિરતા, સુરક્ષા અને શાંતિપૂર્ણ ભવિષ્ય તરફ કામ કરવાનું ચાલુ રાખીશું." અમે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઉકેલ પર સમજૂતી સુધી પહોંચવાના પ્રયાસો પણ ચાલુ રાખીશું, જેથી પેલેસ્ટાઇન અને ઈઝરાયેલના લોકો સમાન સ્વતંત્રતા, ગૌરવ, સુરક્ષા અને સમૃદ્ધિનો આનંદ માણી શકે. સ્થાયી શાંતિનો આ એકમાત્ર રસ્તો છે.'' તેમણે કહ્યું કે યુ.એસ. ગાઝાને જમીન, હવા અને સમુદ્ર દ્વારા મહત્તમ માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે.













