• જેલેન્સકીને ટ્રમ્પે ફોન પર કહ્યું ''અમે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા મદદ કરીશું''
  •  અમેરિકામાં ચાલુ વર્ષના નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની યોજાશે
  • ડોનાલ્ડ ટ્રમ્પને જેલેન્સકીએ ફોન કરી હુમલામાં આબાદ બચાવની શુભેચ્છા પાઠવી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અચાનક યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ ફોન કર્યો અને તેમને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા બદલ શુભકામના પાઠવી હતી. ઉપરાંત ગત અઠવાડિયે તેમની પર થયેલા જીવલેણ હુમલાના પ્રયાસની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. ટ્ર્મ્પે પણ જેલેન્સકીને ફોન કરવા બદલ આભાર માન્યો હતો. અને કહ્યું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા જેલેન્સકીને સંપૂર્ણ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતુ. 

જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ ભલે યુક્રેનની મદદથી રશિયા સાથે લડતા રહેવા મદદ કરતા હોય. પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિચારધાર આ મુદ્દે બધાથી અલગ છે. ટ્રમ્પે જણાવ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બન્યા તો તો જેલેન્સકીની મદદ કરશે. પરંતુ ટ્રમ્પની મદદથી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા હશે. જેલેન્સકીએ પૂર્વ રાષ્ટ્રપતિને અચાનક ફોન કરી હુમલાને વખોડ્યો તેમજ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા તે બદલ શુભેચ્છા પાઠવી ત્યારે જેલેન્સકીનો ટ્રમ્પે આભાર માન્યો હતો. વળી ટ્રમ્પે રશિયા સાથે યુક્રેનનું યુદ્ધ સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.


ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં કહ્યું, "યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી અને મેં આજે સવારે ફોન પર ખૂબ સારી વાતચીત કરી. તેમણે મને રિપબ્લિકન નેશનલ કન્વેન્શનના સફળ સંચાલન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેલેન્સ્કીનો ફોન કૉલ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા બાદ વિદેશી નેતા સાથે ટ્રમ્પની પ્રથમ વાતચીત છે.  

ટ્રમ્પે કોલ કરવા બદલ જેલેન્સકીની પ્રશંસા કરી હતી

ટ્રમ્પે કહ્યું, "હું રાષ્ટ્રપતિ જેલેન્સકીના ફોન પર મારી સાથે સંપર્ક કરવા માટે પ્રશંસા કરું છું, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સના આગામી રાષ્ટ્રપતિ તરીકે, હું ફરી એકવાર વિશ્વમાં શાંતિ સ્થાપીશ અને ઘણા લોકોના જીવ લઈ ચૂકેલા યુદ્ધનો અંત લાવીશ." લી અને અસંખ્ય નિર્દોષ પરિવારોનો નાશ કર્યો. "બંને પક્ષો શાંતિ કરાર પર વાટાઘાટો કરવા માટે એકસાથે આવશે જે હિંસાનો અંત લાવશે. 

જેલેન્સકીએ અમેરિકા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

જેલેન્સકીએ લખ્યું, “મેં તેમને ભવિષ્યમાં શુભકામનાઓ પાઠવી છે. "મેં આપણા રાષ્ટ્રની સ્વતંત્રતાઓને બચાવવા માટે અમેરિકાના મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને દ્વિ-સમૂહના સમર્થનને રેખાંકિત કર્યું." "યુક્રેન હંમેશા યુનાઇટેડ સ્ટેટ્સનો આભારી રહેશે કે અમને રશિયન આતંકવાદનો સામનો કરવાની અમારી ક્ષમતાને વધારવામાં મદદ કરવા માટે," તેમણે કહ્યું. અમારા શહેરો અને ગામડાઓ પર રશિયન હુમલાઓ અવિરત ચાલુ છે.  

  • Follow us on: