• અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ કમલા હેરિસને રાષ્ટ્રપતિ ઉમેદવાર થતા ખુશી વ્યક્ત કરી
  • ભારતીય મૂળના પૂજારીએ રાષ્ટ્ર માટે તમામે એક થવાની જરુર હોવાની લોકોને અપીલ કરી
  • અમેરિકામાં નવેમ્બરની પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે


અમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેશન્સનું આયોજન થઈ રહ્યું છે. કન્વેન્શનના ત્રીજા દિવસનો પ્રારંભ વૈદિક પ્રાર્થનાની સાથે થઈ હતી. જ્યાં પૂજારીએ અમેરિકાના પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ભારતીય મૂળના પૂજારીએ જણાવ્યું કે વ્યકિતગત મતભેદો દૂર રાખી રાષ્ટ્ર માટે તમામે એક થવું જોઈએ. 

સત્ય જ આપણો પાયો છે - રાકેશ ભટ્ટ

રાકેશ ભટ્ટે કહ્યું કે આપણે બધા એક જ પરિવારના ભાગ છીએ અને સત્ય આપણા જીવનનો આધાર છે. જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જવામાં મદદ કરે છે. તેમ જ, સત્યતા સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સરળ બનાવે છે.

https://twitter.com/i/status/1826447979865088129 


કોણ છે પૂજારી રાકેશ ભટ્ટ

પૂજારી રાકેશ ભટ્ટ માર્યલેન્ડના શિવ કૃષ્ણ મંદિરના પૂજારી છે. તેઓએ બેંગાલુરુના ઓસ્ટિન કૉલેજમાંથી અંગ્રેજી અને કન્નડમાં ડિગ્રી અને જયચામરાજેન્દ્ર કૉલેજમાંથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. કેટલાક વર્ષો સુધી ઉડુપી, અષ્ટ મઠમાં પૂજાપાઠ કર્યા. ત્યારબાદ તેઓ જુલાઈ 2013માં વિષ્ણુ મંદિરના પૂજારી બન્યા, કન્નડ, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા પર સારી પકડ ધરાવે છે.

કન્વેશનમાં સામેલ લોકોની પ્રતિક્રિયા

શિકાગોમાં યોજાયેલ કન્વેન્શનમાં એક અમેરિકી નેતાએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સારા સંબંધ છે. રાષ્ટ્રપતિ બાઈડેન અને પીએમ મોદીની વચ્ચે સંબંધ સારા રહ્યા છે. અમેરિકામાં ભારતીય-અમેરિકી લોકોની એક મોટી વસ્તી છે. ભારતીય મૂળની પ્રથમ મહિલા અમારી રાષ્ટ્રપતિ બન્યા પછી એક ખૂબ સારો સંદેશ આપશે. જ્યારે કાર્યક્રમમાં અમેરિકી ભારતીય મૂળના નિવાસીએ એક વ્યકિતએ જણાવ્યું કે, કમલા હેરિસના અમેરિકી રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બન્યા પછી આખો દેશ ઉત્સાહમાં છે. દક્ષિણ એશિયન લોકો માટે એક ખૂબ મોટી વાત છે.