અમેરિકાના રાજકારણમાં રંગોનું વિશેષ મહત્વ છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષોમાં વાદળી રંગ ડેમોક્રેટિક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લાલ રંગ રિપબ્લિકન પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ અમેરિકન રાજકારણમાં જાંબલી રંગનું પણ સ્થાન છે.


3 રંગોમાં વહેંચાયેલુ છે રાજકારણ

અમેરિકાના 50 રાજ્યો ત્રણ રંગોમાં વહેંચાયેલા છે. જે રેડ સ્ટેટ્સ, બ્લુ સ્ટેટ્સ અને પર્પલ સ્ટેટ્સ તરીકે ઓળખાય છે. નામ પ્રમાણે રેડ સ્ટેટ એવા રાજ્યો છે જ્યાં રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ છે. આ રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટી 1980થી જીતી રહી છે. રિપબ્લિકન પાર્ટીનો ધ્વજ પણ લાલ છે. તમે સામાન્ય રીતે ટ્રમ્પને ઘણા પ્રસંગોએ લાલ ટોપી પહેરેલા જોયા હશે.

જ્યારે બ્લુ સ્ટેટ્સ એવા રાજ્યો છે જ્યાં ડેમોક્રેટ્સનું વર્ચસ્વ છે અને ડેમોક્રેટિક ઉમેદવારો 1992 થી અહીં જીતી રહ્યા છે, જ્યારે ત્રીજા પર્પલ સ્ટેટ્સ છે જેને સ્વિંગ સ્ટેટ્સ પણ કહેવામાં આવે છે.

પર્પલ સ્ટેટ્સ એટલે શું ?

પર્પલ સ્ટેટ્સને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે. આ એવા રાજ્યો છે જ્યાં રિપબ્લિકન કે ડેમોક્રેટ પક્ષ વર્ચસ્વ ધરાવતા નથી. અહીંના ચૂંટણી પરિણામો હંમેશા ચોંકાવનારા હોય છે. અહીં ચૂંટણીમાં બંને પક્ષના ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો હોય છે અને ચૂંટણીમાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે. વ્હાઇટ હાઉસ સુધી પહોંચવાનો રસ્તો પર્પલ સ્ટેટમાં વિજય દ્વારા નક્કી થાય છે.

ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં બંને પક્ષોના ઉમેદવારો આ રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ સ્વિંગ સ્ટેટ્સને જાંબલી રાજ્યનો રંગ આપવામાં આવ્યો છે કારણ કે જાંબલી રંગ વાદળી અને લાલ બંને રંગોના મિશ્રણથી રચાય છે. ચૂંટણીના દૃષ્ટિકોણથી, આનો અર્થ એ છે કે અહીં કોઈપણ જીતી શકે છે.

કેવી રીતે થાય છે અમેરિકામાં ચૂંટણી ?

અમેરિકાની ચૂંટણીમાં આ રાજ્યોનું ઐતિહાસિક મહત્વ છે. જો કે, ચૂંટણીના દિવસે લોકો તેમના મનપસંદ ઉમેદવારને પસંદ કરે છે પરંતુ તેમના મતથી સીધા જ રાષ્ટ્રપતિની પસંદગી થતી નથી. તેના બદલે, મતદારો ઇલેક્ટોરલ કૉલેજ પસંદ કરે છે.તો આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તો પછી શું સામાન્ય જનતાના મતદાનનું કોઈ મહત્વ નથી? હકીકતમાં, સામાન્ય જનતા તેમના રાજ્યના મતદારોને ચૂંટે છે અને બાદમાં આ મતદારો, સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ કરીને, તેમની પસંદગીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મત આપે છે. ઉદાહરણ તરીકે, ધારો કે મિશિગનમાંથી સેનેટમાં સાંસદોની સંખ્યા 4 છે, તો તે રાજ્યમાં મતદારોની સંખ્યા પણ ચાર હશે. આ મતદારો તેમની પસંદગીના ઉમેદવારને સીધો મત આપે છે. કુલ 538 ઈલેક્ટોરલ કોલેજોમાંથી કોઈપણ ઉમેદવારને રાષ્ટ્રપતિ બનવા માટે 270 વોટની જરૂર હોય છે.

સ્વિંગ સ્ટેટમાં કેટલા હોય છે ઇલેક્ટોરલ કૉલેજ વોટ?

  • પેન્સિલવેનિયા - 19
  • જ્યોર્જિયા - 16
  • ઉત્તર કેરોલિના - 16
  • મિશિગન - 15
  • એરિઝોના - 11
  • વિસ્કોન્સિન - 10
  • નેવાડા - 6

ઈલેક્ટોરલ કોલેજ શું છે?

ઈલેક્ટોરલ કોલેજએ રાષ્ટ્રપતિને પસંદ કરતી સંસ્થા છે. જે સરળ ભાષામાં સમજીએ તો સામાન્ય જનતા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એવા લોકોને વોટ આપે છે જે ઇલેક્ટોરલ કોલેજ બનાવે છે. તેમનુ કામ દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં મંગળવારે એ મતદાતાઓ માટે થાય છે જે રાષ્ટ્રપતિને ચૂંટે છે. આ ઇલેક્ટર્સ ચૂંટાયા બાદ ડિસેમ્બર મહિનામાં પોત પોતાના રાજ્યમાં એક જહ્યાએ ભેગા થાય છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટ કરે છે. 

  • Follow us on: