• સર્વે અનુસાર હેરિસ 49 ટકાની લીંડ પર છે, જ્યારે ટ્રમ્પ 45 ટકાથી પાછળ
  • ડેમોક્રેટ્સ પાર્ટીને બન્ને ઉમેદવારોની આગામી ચર્ચા પહેલા લીડને વધવાની આશા
  • બિઈડેને રેસ છોડી દીધી ત્યારથી હેરિસે સ્વિંગ રાજ્યોમાં આગેવાની લીધી

વોશિંગ્ટન પોસ્ટ-એબીસી ન્યૂઝ-ઇપ્સોસ પોલના અનુસાર યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા થોડી લીડ પર છે. ચૂંટણીની રેસમાં ડેમોક્રેટ્સ માટે ચાર-પોઇન્ટની લીડ નાની છે. પરંતુ એક નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, સર્વે અનુસાર એક મહિના પછી તત્કાલીન રાષ્ટ્રપતિના ઉમેદવાર જો બિઈડેન અને ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળતી હતી.

સર્વે અનુસાર હેરિસ 49 ટકાની લીડ પર

હેરિસની પ્રગતિ રાષ્ટીય સંમેલન પહેલા ડેમોક્રેટ્સ માટે મહત્વપૂર્ણ છે. સંમેલનમાં હેરિસ સત્તાવાર રીતે ડેમોક્રેટિક પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેમના નામાંકનને સ્વીકારશે. સર્વે અનુસાર હેરિસ 49 ટકાની લીંડ પર છે, જ્યારે ટ્રમ્પ 45 ટકાથી પાછળ છે, પરંતુ વધુ પાછળ નથી. જો ત્રીજા પક્ષના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે તો હેરિસ 47 ટકા, ટ્રમ્પ 44 ટકા અને રોબર્ટ એફ. કેનેડી જુનિયર 5 ટકા પર છે.

હેરિસે તમામ સ્વિંગ રાજ્યોમાં આગેવાની લીધી

નવા પોસ્ટ-એબીસી-ઇપ્સોસ પોલમાં હેરિસની લીડ ડેમોક્રેટ્સને થોડી બઢત આપે છે, છતાં પણ પોલ નવેમ્બરમાં ચૂંટણી તરફ નિર્દેશ કરે છે. પરંતુ અન્ય સર્વેએ સંકેત આપ્યો છે કે બિઈડેને રેસ છોડી દીધી ત્યારથી હેરિસે લગભગ તમામ સ્વિંગ રાજ્યોમાં આગેવાની લીધી છે.

બાઈડેને 21 જુલાઈએ હેરિસને સમર્થન આપ્યું હતું

બાઈડેને 21 જુલાઈના રોજ ડેમોક્રેટિક નોમિનેશન માટે તેના ડેપ્યુટી હેરિસને સમર્થન આપ્યું હતું. ડેમોક્રેટ્સ પાર્ટી હવે તેમના સંમેલન અને બન્ને ઉમેદવારો વચ્ચેની આગામી ચર્ચા પહેલા આ લીડને વધારવાની આશા રાખે છે. કોન્ફરન્સમાં હેરિસને ટેકો આપતા મુખ્ય વક્તાઓમાં બરાક ઓબામા, જો બિઈડેન, બિલ અને હિલેરી ક્લિન્ટનનો સમાવેશ થશે.