જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી છે. જો રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જશે તો તેઓ ભારતની કેન્દ્રીય બેંક આરબીઆઈ, વિદેશી ધનના અચાનક આઉટફલો અને રૂપિયામાં ઘટાડાને પહોંચી વળવા સંપૂર્ણ તૈયાર છે.



રિઝર્વ બેંક વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ કરશે

મળતી માહિતી અનુસાર, વૈશ્વિક બજારમાં ડામાડોળ અને વિદેશી ભંડોળના પ્રવાહના કિસ્સામાં ભારતીય રિઝર્વ બેંક તેના મોટા વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ સ્થાનિક ચલણને બચાવવા માટે કરશે. 'આ અનામત અસ્થિરતાનો સામનો કરવામાં મદદ કરશે. જો આઉટફ્લોમાં વેગ આવશે, તો આરબીઆઈ તેને મેનેજ કરવા માટે પગલાં લેશે, જેમ કે તે કરતી રહી છે.

 ચીનથી આયાત પર 60 ટકા ડ્યૂટી લાદવાનું વચન

 મળતી માહિતી અનુસાર, ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એવી ચેતવણી પણ આપી હતી કે ચીન પ્રત્યે યુએસ ટેરિફમાં કોઈપણ નોંધપાત્ર વધારો ભારત અને અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ટ્રમ્પે ચીનથી આયાત પર 60 ટકા ડ્યૂટી લાદવાનું વચન આપ્યું છે.

આ મહિને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં લગભગ 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે અને ચૂંટણીનો દિવસ નજીક આવતાં ડૉલર ઈન્ડેક્સ 3.3% મજબૂત થયો છે. ભારતીય ઇક્વિટીમાંથી વિદેશી ભંડોળમાં 10 બિલિયન ડોલરથી વધુનો રેકોર્ડ આઉટફ્લો થયો છે, જ્યારે વિદેશીઓએ ડેટ માર્કેટમાંથી 700 મિલિયન ડોલર પાછા ખેંચ્યા છે.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો

આ મહિને રૂપિયો સતત રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે કેન્દ્રીય બેંકને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. જો કે તે સૌથી ઓછી અસ્થિર મુખ્ય એશિયન કરન્સીમાંની એક રહી છે, પ્રતિ ડોલર 83.79-84.09 ની રેન્જમાં રહે છે.

RBIના તાજેતરના ડેટા દર્શાવે છે કે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર 18 ઓક્ટોબર સુધીમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટીને 688.27 બિલિયન ડોલર થઈ ગયું છે, જે એક મહિનામાં સૌથી નીચું છે. તેમ છતાં તે વિશ્વનું ચોથું સૌથી મોટું રિઝર્વ ભંડાર છે.

ટ્રમ્પે ચૂંટણીમાં ચૂંટણીકાર્ડની માંગ ઉઠાવી

મળતી માહિતી અનુસાર, મંગળવારે પાંચ નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. ડેપ્યુટી કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી કસોટી છે. સરવેમાં ખૂબ ઓછા અંતરથી જીત મળ્યા બાદ બંને ઉમેદવારોએ પોતાનું ધ્યાન સન બેલ્ટના રાજ્યો ઉપર કેન્દ્રીત કર્યું છે.

ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં રહેલી વોટિંગ સિસ્ટમને લઈ નારાજગી વ્યક્ત કરી છે. આ ઉપરાંત વોટિંગ માટે ઓળખપત્રને ફરજિયાત કરવા પર ભાર મૂક્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ચૂંટણી માટે વોટર આઈડી-કાર્ડને ફરજિયાત લાગુ કરવું જોઈએ. પરંતુ ડેમોક્રેટસ વોટર આઈડી-કાર્ડનો વિરોધ કરી રહ્યા છે જેથી લોકો ચૂંટણીમાં ગરબડ કરી શકે.

  • Follow us on: