• ફાયરિંગ કરનાર હુમલાખોર અંગે કોઈ જાણકારી નથી મળી 
  • ફાયરિંગમાં અનેક ઘાયલ થયાના અહેવાલ, એકનું મોત 
  • ક્રિસમસના વેકેશન બાદ સ્કૂલે આવેલા વિદ્યાર્થીઓમાં ભય 

અમેરિકા એક વાર ફરી ફાયરિંગથી ધણધણી ઉઠ્યું છે. ઘટના પેરીની એક હાઇસ્કૂલની હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થવાના અહેવાલો છે. જોકે, કેટલા લોકો ઘાયલ થયા છે કે કોઈનું મૃત્યુ થયું છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી રહી નથી. જણાવી દઈએ કે પેરી ઉત્તર રકૂન નદીના કિનારે ડેલાસ કાઉન્ટી, આયોવા પ્રાંતનું એક શહેર છે.

ફાયરિંગ મામલે એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે આયોવા હાઇસ્કૂલમાં અનેક લોકોને ગોળીબારમાં ગોળી વાગી છે. રાહતની વાત એ છે કે જોખમ તળી ગયું છે. જોકે, તેમણે વધુ જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ફાયરિંગમાં એક શખ્સનું મોત થયું છે એક મહિલાએ પેરી શહેરની પોલીસને ફાયરિંગની ઘટના અંગે જાણકારી આપી હતી. જોકે હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે ફાયરિંગ કોને કર્યું હતું અને કેમ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે જે સ્કૂલમાં ફાયરિંગ થયું હતું ત્યાં 1785 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. ક્રિસમસ અને નવા વર્ષના વેકેશન બાદ વિદ્યાર્થીઓ ગુરુવારે પહેલીવાર સ્કૂલે પહોંચ્યા હતા.


  • Follow us on: