જગત જમાદાર એવા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની ઉજવણી કરતા વિશ્વભરના તમામ હિંદુ સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી. દિવાળીના શુભ પર્વની તમામને હાર્દિક શુભકામનાઓ આપી છે. તેઓએ પોતાના સંદેશમાં બાંગ્લાદેશમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાને કડક શબ્દોમાં વખોડીને તેની ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, ."બાંગ્લાદેશમાં થઈ રહેલા ઝનૂની હિંસાને વખોડું છું. બાંગ્લાદેશમાં સ્થિતિ સંપૂર્ણ રીતે અરાજકતાની સ્થિતિમાં છે.."


 

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, તેમના કાર્યકાળ દરમિયાન આવી સ્થિતિઓ સર્જાઈ ન હોત. તેમણે કહ્યું, "મારા કાર્યકાળ દરમિયાન આ બધું શક્ય ન બન્યું હોત. કમલા અને જો (બાઈડેન)એ વિશ્વ અને અમેરિકાના હિંદુઓની અવગણના કરી છે." ટ્રમ્પે કહ્યું, "ઈઝરાયલથી યુક્રેન સુધી અમારી દક્ષિણ સરહદ સુધી, આ (બાઈડેન-કમલા હેરિસ) વહીવટીતંત્ર એક દુ:ખદ વાર્તા છે, પરંતુ અમે અમેરિકાને ફરીથી મજબૂત બનાવીશું અને તાકાત દ્વારા શાંતિ પાછી લાવીશું," ટ્રમ્પે કહ્યું.

હિંદુ અમેરિકનોનું રક્ષણ થશે

ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે, તેમનું વહીવટીતંત્ર કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મ વિરોધી એજન્ડાથી હિંદુ અમેરિકનોનું રક્ષણ કરશે. "અમે તમારી આઝાદી માટે લડીશું. મારા વહીવટ હેઠળ, અમે ભારત સાથે અમારી મહાન ભાગીદારી અને મારા સારા મિત્ર, વડાપ્રધાન મોદી સાથેના સંબંધોને પણ મજબૂત કરીશું," એમ ટ્રમ્પે કહ્યું હતું.

કમલા હેરિસની પોલિસીની ટીકા કરી

અમેરિકાના વર્તમાન ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસની નીતિઓની ડોનાલ્ડ ટ્રમ્પે ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, તેઓના દ્વારા લાદવામાં આવેલા વધાના નિયમો અને ઉચ્ચ ટેક્સ નાના વેપારીઓનો નાશ કરી દેશે. તેમને કહ્યું કે, ઉલ્ટા હું ટેક્સ કાપના નિયમોને સરળ બનાવું. અમેરિકામાં ઊર્જાથી પ્રતિબંધ હટાવી અને ઈતિહાસની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી. અમે આને ફરીથી લાગુ કરીશું. પહેલા કરતાં પણ મોટા અને સારા બનાવીશુંય અમે અમેરિકાના ફરીથી મહાન બનાવીશું. છેલ્લે ટ્રમ્પે બધાને દિવાળીની શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે આ પ્રકાશનું પર્વ બુરાઈ પર ભલાઈનો વિજયનું પ્રતીક બનશે.

  • Follow us on: