• નવેમ્બરમાં અમેરિકામાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પષ્ટ પસંદગી
  • અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ટ્રમ્પ પર કર્યા આકરા પ્રહાર
  • રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માત્ર પોતાના વિશે જ વાત કરે છે: બિલ ક્લિન્ટન

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં કહ્યું કે, નવેમ્બરમાં અમેરિકામાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 'સ્પષ્ટ પસંદગી' હશે. તેમણે કહ્યું કે, "મને લાગે છે કે 2024માં અમારી પાસે સ્પષ્ટ પસંદગીઓ હશે. લોકો માટે કમલા હેરિસ અને બીજી વ્યક્તિ જેમણે પહેલા રાઉન્ડ કરતાં પણ વધુ સાબિત કર્યું છે કે તે ફક્ત પોતાના માટે જ કામ કરે છે."

બિલ ક્લિન્ટન કમલા હેરિસના સમર્થનમાં આવ્યા

બિલ ક્લિન્ટને વધુમાં કહ્યું કે, કમલા હેરિસ અમારી સમસ્યાઓ ઉકેલવા, અમને તકો આપવા, અમારા ડરને ઘટાડવા અને દરેક અમેરિકન નાગરિકને તેમના સપના પૂરા કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

'માત્ર મારા વિશે...'

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં તેમના ભાષણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, કમલા હેરિસની પ્રશંસા કરતી વખતે ફક્ત પોતાના વિશે જ વાત કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર કર્યા પ્રહારો

બિલ ક્લિન્ટને જણાવ્યું હતું કે, "કમલા હેરિસ આ રેસમાં માત્ર એક ઉમેદવાર છે જેની પાસે દૂરદ્રષ્ટિ, અનુભવ, સ્વભાવ, ઈચ્છાશક્તિ અને કંઈક કરવાની ખુશી છે. તેના વિરોધીઓ શું કરે છે? તેઓ મોટાભાગે પોતાના વિશે વાત કરે છે. તેથી આગામી સમય જ્યારે પણ તમે તેમને સાંભળો છો, ત્યારે જૂઠની ગણતરી ના કરતા, પરંતુ 'હું'ની ગણતરી કરો.

'હું'ની ગણતરી કરો

ક્લિન્ટને કહ્યું કે, તે સ્ટેજ પર જતા પહેલા પોતાની વાત રહેનાર ટેનર્સ જેવા હોય છે. જેવી રીતે મેં કર્યું હતું, 'હું, હું, હું, હું, હું' કહીને. જ્યારે કમલા હેરિસ રાષ્ટ્રપતિ હશે, ત્યારે દરેક દિવસ તમે, તમે, તમે, તમેથી શરૂ થશે.