• US સેનેટના નેતા શૂમરે ચીન પર સાધ્યું નિશાન
  • હમાસના હુમલા પર ચીને ઇઝરાયેલને સમર્થન ન આપ્યાને લઇ ટિપ્પણી
  • પેલેસ્ટાઈનની સ્વતંત્ર દેશ તરીકે સ્થાપના મુદ્દાને ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ:ચીન 

US સેનેટના બહુમતી નેતા શૂમરે સોમવારે ચીનની ટીકા કરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને કહ્યું કે તેઓ હમાસ દ્વારા તાજેતરના હુમલાઓ પર ચીનની ટિપ્પણીઓથી ખૂબ જ નારાજ છે કારણ કે એશિયન રાષ્ટ્ર ઇઝરાયેલને આપેલા પ્રતિભાવને કારણે કોઈ સહાનુભૂતિ કે સમર્થન આપવામાં આવ્યું નથી.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ત્રણ દિવસથી ચાલી રહેલું યુંદ્ધનો કોઇ અંત દેખાઇ નથી રહ્યો. અનેક દેશો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યા છે. તેવામાં USના નેતા શૂમરએ ચીન પર પ્રહાર કર્યા હતા. મળતી માહિતી મુજબ US સેનેટના બહુમતી નેતા ચક શૂમરે સોમવારે ચીનની ટીકા કરી અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને કહ્યું કે હમાસના હુમલા પર ચીનની તાજેતરની ટિપ્પણીઓથી તેઓ નિરાશ થયા છે કારણ કે એશિયન રાષ્ટ્રે ઈઝરાયેલ પ્રત્યે કોઈ સહાનુભૂતિ કે સમર્થન દર્શાવ્યું નથી.

સંસદના ઉપલા ગૃહમાં બહુમતી પક્ષના નેતા શૂમર આ અઠવાડિયે ચીનની મુલાકાતે 6 યુએસ ધારાસભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રતિનિધિમંડળ જેમાં ત્રણ ડેમોક્રેટ્સ અને ત્રણ રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે, તે 2019 પછી યુએસ ધારાસભ્યોની ચીનની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકી સંસદ સતત ચીન પર પ્રહાર કર્યા છે. શૂમરે કહ્યું, હું તમને અને ચીનના લોકોને ઇઝરાયલી લોકો સાથે ઉભા રહેવા અને સમર્થન કરવાને લઇ અનેક વાર સંકેત આપ્યા છતા ચીન પોતાની વ્યવસ્થામાં જ રહી વ્યસ્ત છે. 

ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષમાં બંને પક્ષે 1,100 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે. ઇઝરાયેલી સૈનિકો સોમવારે પણ સરહદને સુરક્ષિત કરવા અને દક્ષિણ ઇઝરાયેલના વિસ્તારોમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે લડી રહ્યા છે. ચીનના મંત્રાલયે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે પેલેસ્ટાઈનની સ્વતંત્ર દેશ તરીકે સ્થાપના આ મુદ્દાને ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આખરે આ યુદ્ધનું અંત ક્યારે આવે તેને લઇ અનેક ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે.


  • Follow us on: