અમેરિકામાં એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. નોર્થ કેરોલિનાના મેંટિઓમાં એક વિમાનને અકસ્માત નડયો છે. એક એન્જિન ધરાવતા વિમાનને અકસ્માત થતા ઘણા લોકોનાં મોત થયા છે. જો કે, વિમાનમાં કુલ કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકોનાં મોત થયા આ અંગે વધુ જાણકારી સામે આવી નથી. 


મળતી માહિતી અનુસાર, પ્લેનમાં સવાર તમામ લોકોનાં મોતની આશંકા છે. વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. નેશનલ પાર્ક સર્વિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના શનિવારે સાંજે 5 વાગ્યે થઈ હતી. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. ફાયર વિભાગ અને અન્ય સ્થાનિક ફાયર વિભાગોએ આગને કાબૂમાં લીધી હતી.

અકસ્માત બાદ એરપોર્ટ બંધ કરાયો

તંત્ર દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટની કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ સમગ્ર અકસ્માતની તપાસ કરશે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને પણ જાણ કરવામાં આવી છે. હજુ સુધી વિમાન દુર્ઘટનાનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થવાની સંભાવના છે.


  • Follow us on: