• અમેરિકાની સંસદમાં બેંઝામિન નેતન્યાહૂએ ગત રોજ સતત ચોથીવાર સંબોધન કર્યું
  • પહેલાથી નક્કી કરાયેલા કાર્યક્રમ હોવાથી કમલા હેરિસ સંબોધનમાં હાજર ન રહી શક્યાં 
  • નેતન્યાહૂના સંબોધન દરમિયાન અમેરિકાની રાજધાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયા


જગત જમાદાર એવા અમેરિકાના સંસદમાં બુધવારે ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ સંબોધન કર્યું હતું. જો કે આ સંબોધનનું કેટલાક સાંસદોએ બહિષ્કાર કર્યો હતો. જ્યારે હજારો હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કરતા અમેરિકાની રાજધાની વોશિંગ્ટનની તરફ ઘેરાવ કર્યો હતો. નેતન્યાહૂએ પોતાના સંબોધનમાં ગાઝામાં ચાલતા યુદ્ધનો બચાવ કર્યો અને અમેરિકી પ્રદર્શનકારીઓને વખોડયા હતા. તેમને નવ માસથી ચાલુ યુદ્ધમાં પૂર્ણ વિજય હોવા સુધી યુદ્ધ યથાવત્ રાખવાનો સંકલ્પ લીધો છે. નેતન્યાહૂએ હમાસ વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકી તરફથી અપાયેલી મદદને વધારવાની અપીલ કરી હતી.

અમેરિકા અને ઈઝરાયલ એકસાથે છે

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલ એકબીજાની સાથે ઊભું રહેવું જોઈએ. જ્યારે આપણે એક સાથે રહીશું તો ખરેખર ઘણો ફેર પડવાનો છે. આપણી જીતીશું અને તેઓ હારશે. નેતન્યાહૂએ યુદ્ધને લઈ પોતાના દેશનો બચાવ કર્યો હતો. ઉપરાંત યુદ્ધનો વિરોધ કરનારની મજાક પણ ઉડાવી હતી. તેમને અમેરિકાની રાજધાની પાસે માર્ગો પર થઈ રહેલા પ્રદર્શનો તરફ ઈશારો કરતા કહ્યું કે ઈઝરાયલના વિરોધીઓને ફાયદો પહોંચાડનારા જણાવ્યા હતા.

 પ્રદર્શનકારીઓને પોલીસે અટકાવી દીધા

નેતન્યાહૂ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલને પછાડીને સંસદના બંને ગૃહની બેઠકોને ચાર-ચાર વાર સંબોધિત કરનાર પ્રથમ વિદેશી નેતા બની ગયા છે. આ દરમિયાન ગાઝામાં ચાલુ યુદ્ધમાં અત્યાર સુધી 39 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. અમેરિકામાં આને લઈ વ્યાપક પ્રદર્શ જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ સાત ઑક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલા પછી બંધક બનાવેલા ઈઝરાયલી અને અમેરિકી બંધકોને છોડાવવા નેતન્યાહૂની નિષ્ફળતાને વખોડી હતી. પોલીસે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનની તરફ વધતા પ્રદર્શનકારીઓની ભીડને રોકવા માટે મરચાનો સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો.

કમલા હેરિસ હાજર ન રહ્યાં

ઈઝરાયલના વડાપ્રધાન જ્યારે અમેરિકન સંસંદને સંબોધન કરી રહ્યા હતા આ દરમિયાન કમલા હેરિસ હાજર નહોતા રહી શક્યાં. પહેલેથી નક્કી કરાયેલા કાર્યક્રમોને લીધે તેઓ હાજર નહોતા રહી શક્યાં. જો કે નેતન્યાહૂના સંબોધન દરમ્યાન સાંસદોએ તાળીઓ વગાડી હતી. પરંતુ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સાંસદોએ આવું નહોતું કર્યું. ડેમોક્રેટિક પાર્ટીના 50થી વધુ સાંસદો અને અપક્ષ સાંસદો નેતન્યાહૂના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. આ દરમિયાન સૌની નજર કમલા હેરિસની ગેરહાજરી પર રહી હતી.

પ્રદર્શનકારીઓ પર નેતન્યાહૂના વાક્ બાણ

બેંઝામિન નેતન્યાહૂએ અમેરિકામાં ઘણા પ્રદર્શનકારીઓ પર એ આતંકવાદીઓની સાથે ઊભા રહેવાનો આરોપ મૂક્યો હતો જેઓ સાત ઑક્ટોબરે હમાસના હુમલામાં બાળકોની હત્યા કરી હતી. રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેંસ પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી નેતન્યાહૂના સંબોધનમાં હાજર નહોતા રહી શક્યા. ગાઝામાં બચાવ અભિયાન દરમિયાન મુક્ત કરાવેલ એક ઈઝરાયલી બંધક નોઆ અરગામાની પણ આ પ્રસંગે હાજર રહી હતી.  

  • Follow us on: