• એલન મસ્કે આ મહિનાના આરંભે 44 અબજ ડોલરમાં ટ્વિટર કંપની ખરીદી લીધી હતી

  • મસ્કે એવું સંગઠન ખરીદ કર્યું છે કે જે વિશ્વભરમાં જૂઠનો ફેલાવો કરે છે : બાઇડેન
  • બાળકો ભવિષ્યમાં એ સમજવા સક્ષમ થઇ જશે કે દાવ પર શું લાગેલું છે? : બાઇડને ટોણો માર્યો

અમેરિકી પ્રમુખ જો બાઇડેને ટ્વિટરના હસ્તાંતરણ માટે એલન મસ્કે લીધેલા નિર્ણયની આલોચના કરી હતી કે વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિએ એવું સંગઠન ખરીદ્યું છે કે જે વિશ્વભરમાં જૂઠનો ફેલાવો કરે છે. સમાચાર એજન્સી બ્લુમબર્ગે બાઇડેનને ટાંકતાં કહ્યું કે હવે અમે બધા એ વાતે ચિંતીત છીએ કે બાળકો ભવિષ્યમાં એ સમજવા સક્ષમ થઇ જશે કે દાવ પર શું લાગેલું છે? એલન મસ્કે આ મહિનાના આરંભે 44 અબજ ડોલરમાં ટ્વિટર કંપની ખરીદી લીધી હતી. ટેસ્લા અને સ્પેસવોક જેવી મોટી કંપનીના માલિક મસ્કે કહ્યું હતું કે તેમણે સોસિયલ મીડિયા પ્લેટફોર્મ એટલા માટે ખરીદ કર્યું છે કે સભ્યતાના ભાવિ માટે સામાન્ય ડિજિટલ ચર્ચાનો ચોરો જરૂરી છે.આવા પ્લેટફોર્મ પર કોઇપણ પ્રકારની હિંસા વિના સ્વસ્થ ચર્ચા સંભવ બને છે.


  • Follow us on: