- અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન ઈઝરાયલ પહોંચ્યા
- ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ ઘેરૂ બન્યું
- અમેરિકા ઇઝરાયલના સમર્થનમાં
ઇઝરાયલ-હમાસ વચ્ચેનું દિન-પ્રતિદિમ ઘેરૂ બની રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન ઈઝરાયલ પહોંચ્યા હતા. અગાઉ અમેરિકાએ ઇઝરાયલનું સમર્થન કર્યું હતું અને યુદ્ધ માટે હથિયારો આપ્યા હતા.
અમેરિકા ઇઝરાયેલની સાથે ઉભું
ઇઝરાયેલ અને હમાસ-હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન બુધવારે તેલ અવીવ જશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેન ઈઝરાયેલ સાથે અમેરિકાની એકતા દર્શાવશે. બ્લિંકને કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકા ઇઝરાયેલની સાથે ઉભું છે અને ઇઝરાયેલને હમાસ અને અન્ય આતંકવાદીઓથી પોતાના લોકોને બચાવવા અને ભવિષ્યમાં થતા હુમલાઓને રોકવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ ફરી એકવાર તેમની મુલાકાતથી સ્પષ્ટ કરશે.
અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું હતું કે કે બાઈડેન તેમની મુલાકાત દ્વારા સ્પષ્ટ સંદેશ આપશે કે જે પણ આ કટોકટીનો ફાયદો ઉઠાવીને ઈઝરાયેલ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ ન કરવું જોઈએ.
ઇઝરાયેલની જેલમાં રહેલા પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવા જોઈએઃ હમાસ
સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા દેશોએ હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિ માટે હમાસને અપીલ કરી હતી. હમાસના એક નેતાએ સોમવારે કહ્યું કે તે વિદેશી બંધકોને મુક્ત કરવા માટે તૈયાર છે, પરંતુ આ માટે ઈઝરાયેલની જેલમાં બંધ તમામ પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવા જોઈએ.
તમને જણાવી દઈએ કે, ઇઝરાયેલની સેનાએ સોમવારે રાત્રે લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો હતો. IDFએ કહ્યું હતું કે જ્યારથી હમાસ પર હુમલો શરૂ થયો ત્યારથી લેબનોનથી બોમ્બ ધડાકા શરૂ થઈ ગયા હતા. ત્યારે હવે યુદ્ધ ઘેરૂ બનતા રાષ્ટ્રપતિ બાઈડેન આજે ઈઝરાયેલ પહોંચી ગયા છે.