- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે
- એક સમયે પ્રાયમરી ચૂંટણીમાં નિક્કી હેલી ટ્રમ્પની કટ્ટર હરિફ હતી
- નિક્કી હેલીનો ટ્રમ્પને ટેકો આપવાના નિવેદન બાદ જો બાઈડેનની ઊંઘ ઉડી ગઈ
અમેરિકામાં નવેમ્બર-2024માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી દાવેદાર રજૂ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના હરિફ અને હવે તેના ટેકામાં આવેલી નિક્કી હેલીને લીધે જો બાઈડેનના ચિંતામાં વધારો થયો છે. જ્યારે નિક્કી હેલીના સમર્થનમાં આવવાથી ટ્રમ્પની જીતના અણસાર હવે વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે નિક્કી હેલીએ બુધવારે જણાવ્યું કે તે અમેરિકામાં યોજાનારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પ માટે મતદાન કરશે. તેની આવી જાહેરાતથી જો બાઈડેનની ઊંઘ ઉડી ગઈ છે.
અત્યાર સુધી બાઈડેન નિક્કી હેલીની ટ્રમ્પથી નારાજગીનો લાભ લેવા હેલીના ટેકેદારો પર નજર હતી. બાઈડેનને આશા હતી કે હેલીના સમર્થક તેને વોટ આપશે. પરંતુ હવે નિક્કી હેલીની આ જાહેરાતથી તેની ચિંતા વધી છે. યુએસમાં અમેરિકાના પૂર્વ રાજદૂતે હેલિને એક કાર્યક્રમમાં કહ્યું કે હું ટ્રમ્પને વોટ આપીશ. ત્યારે હેલીએ કહ્યું કે મેં અગાઉ કહ્યું હતું હું તેની પર અટલ છું.













