- મૃતક એકમાત્ર સભ્યની મદદ માટે 758,000 ડોલરનું ફંડ એકઠું કરાયું
- ટેક્સાસમાં ભારતીય મૂળના એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત
- કાર અક્સ્માતમાં પરિવારના એક જ સભ્ય દીકરાનો આબાદ બચાવ થયો
અમેરિકામાં ફરી એકવાર કાર અકસ્માતમાં ભારતીય મૂળના એક જ પરિવારના ત્રણ સભ્યોનાં કંપારી છૂટે તે સ્થિતિમાં મોત થયા છે. આ માર્ગ અકસ્માત ટેક્સાસના લેંપાસસ કાઉન્ટીમાં સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય અરવિંગ મણિ, તેઓની પત્ની 40 વર્ષીય પ્રદીપા અરવિંદ અને 17 વર્ષીય દીકરી એંડ્રિલ અરવિંદનું ઘટનાસ્થળે મોત થયું હતું. મૃતક અરવિંદ મણિ અને તેનો પરિવાર લિએન્ડરમાં રહેતો હતો. પરિવારમાં હવે માત્ર એક જ સભ્યો બચ્યો છે. મૃતકના 14 વર્ષીય દીકરા આર્દિયાન અકસ્માત સમયે કારમાં નહોતો જેથી તેનો આબાદ બચાવ થયો છે.
આખા પરિવારમાં દીકરાનો બચાવ થયો
ટેક્સાસના એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, પૂરપાટ વેગે જઈ રહેલી કારના પાછળનું ટાયર ફાટી ગયું હતું. આનાથી કાર કાબૂ બહાર ગઈ અને બીજા બે વાહનો સાથે અથડાઈ ગઈ હતી. અધિકારીએ કહ્યું કે, મારા 25 વર્ષના કરિયરમાં આવો ભીષણ ગંભીર અકસ્માત નથી જોયો. કારમાં બેઠેલા ભારતીય મૂળના અરવિંદ મણિ અને તેની પત્ની તેમજ દીકરીને લઈ ઉત્તરી ટેક્સાસમાં આવેલી કોલેજ તરફ લઈ જઈ રહ્યાં હતાં. તેઓએ પોતાના દીકરાને ઘરે જ છોડીને જઈ રહ્યા હતા. કારણ કે તેની સ્કૂલ શરૂ થઈ ગઈ હતી. પરિવારના એકમાત્ર બચી ગયેલા સભ્ય એવા પુત્રની સ્કૂલ શરૂ થઈ ગઈ હતી. જ્યારે મૃતક દીકરી એંડ્રિયલે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. અને હવે તે યુનિવર્સિટી ઑફ ડલ્લાસ કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરવા જઈ રહી હતી.
આ બાજું સ્કૂલના આચાર્યએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને એક પત્રમાં લખ્યું કે આ જણાવતા મને ખૂબ દુખ થઈ રહ્યું છે કે અમારા વિદ્યાર્થિની રહેલી એંડ્રિલ અરવિંદનું નિધન થઈ ગયું છે, અને તેના માતા-પિતા આજે સવારે માર્ગ અકસ્માતમાં નિધન પામ્યા છે. આ ખબરથી અમે ખૂબ દુખી છીએ. અમારી સંવેદનાએ એંડ્રિલના પરિવારની સાથે છે. આગળ જણાવ્યું કે પરિવારમાં એકમાત્ર જીવતા બચી ગયેલા સભ્ય આર્દિયાનની મદદ માટે 758,000 ડોલરનું ફંડ એકઠું કરાયું