છેલ્લા 11 મહિના કરતાં વધુ ગાઝામાં ચાલુ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈઝરાયલને હથિયાર વેચવાની એક ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું કે ઈઝરાયલને 164 મિલિયન ડોલરના હથિયાર આપશે. આ અગાઉ ઓગસ્ટમાં પણ F-15 લડાકુ વિમાન સહિત 20 બિલિયન ડોલરના હથિયાર વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે.


હમાસ-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકા ઈઝરાયલની સાથે મજબૂત પડખે ઊભું છે. વિશ્વમાં ભફાારે વિરોધ છતાં અમેરિકા તરફથી સતત ઈઝરાયલને સૈન્ય મદદ મળતી રહે છે. ગાઝામાં ચાલુ યુદ્ધમાં અમેરિકાએ ઈઝરાયલને 165 મિલિયન ડોલર એટલે કે, આશરે 1384 કરોડ રૂપિયાના હથિયારના સોદાના મંજૂરી આપી છે. જો કે, ઈઝરાયલને ઈ હથિયારોની ડિલીવરી વર્ષ-2027 સુધી મળી જશે.

અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે જાણકારી આપતા જણાવ્યું કે, અમેરિકાએ ઈઝરાયલને હેવી ડ્યૂટી ટેંક ટ્રેલર્સ માટે 165 મિલિયન ડોલરના હથિયાર વેચવાના કરારને મંજૂરી આપી દીધી છે. આમાં સ્પેર પાર્ટસ અને રિપેયર પાર્ટસની સાથે ટુલ કીટ, ટેક્નિકલ અને લોજિસ્ટિક સપોર્ટ પણ સામેલ હશે. જોકે આ હથિયારોને વર્ષ-2027ની પહેલા સોંપી દેવામાં આવે તેવી શક્યતા નથી.

અમેરિકામાં ચૂંટણીમાં ગાઝા અને ઈઝરાયલ મોટો મુદ્દો

બાઈડેન તંત્રએ આ કરારને મંજૂરી એવા સમયે આપી છે, જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીને આડે હવે માત્ર બે મહિના કરતાં ઓછો સમય બાકી છે. આ સિવાય મંગળવારે થયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ઈઝરાયલનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે જો કમલા હેરિસ ચૂંટણી જીતશે તો બે વર્ષમાં ઈઝરાયલનું નામોનિશાન મટી જશે. ટ્રમ્પે હેરિસ પર ઈઝરાયલથી નફરત કરવાનો આરોપ મૂક્યો હતો.

અમેરિકા ઈઝરાયેલને F-15 ફાઈટર એરક્રાફ્ટ પણ આપશે

આ પહેલા પણ અમેરિકાએ ઈઝરાયેલ માટે 20 બિલિયન ડોલરના શસ્ત્રોના સોદાને મંજૂરી આપી હતી. આ કરાર હેઠળ અમેરિકા ઈઝરાયેલને F-15 ફાઈટર એરક્રાફ્ટ પણ આપશે. મળતી માહિતી અનુસાર, ઈઝરાયેલને આ તમામ હથિયારો થોડા વર્ષો પછી જ મળી શકશે, તેથી ઈઝરાયેલની સૈન્ય ક્ષમતામાં કોઈ વધારો થશે નહીં, અને હમાસ વિરુદ્ધ 11 મહિના સુધી ચાલેલા યુદ્ધ પર પણ તેની કોઈ અસર નહીં થાય.

એક તરફ બાઈડેન વહીવટી તંત્ર ઈઝરાયલ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે તો બીજી તરફ ગાઝામાં થયેલા મોતને કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા અમેરિકન વકીલો અને જનતાએ ઈઝરાયેલને સૈન્ય સમર્થન બંધ કરવાની માંગ કરી છે. તેથી, સંતુલન બનાવવા માટે, અમેરિકાએ ઈઝરાયેલને 2 હજાર પાઉન્ડ બોમ્બની ડિલિવરી અટકાવી દીધી છે.


  • Follow us on: