જગત જમાદાર એવા અમેરિકામાં શિક્ષણ જગત અને ગુરુ-વિદ્યાર્થીના સંબંધને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મિસૌરીમાં એક 26 વર્ષની પૂર્વ મહિલા શિક્ષકને તેના જ 16 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય સંબંધ બનાવવાના કેસમાં દોષિત જોવા મળી છે. મળતી માહિતી અનુસાર, આ મહિલા ટીચર હેલી ક્લિફટન કારમેક નામની એક હાઈસ્કૂલની ગણિતની શિક્ષિકાએ આ વર્ષે પોતાના વિદ્યાર્થી સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા.
મહિલા ટીચર ઉપર આરોપ છે કે જાતીય સંબંધ બનાવતી વખતે તેને બાકી વિદ્યાર્થીઓને પહેરો ભરવા તૈનાત કરી રાખ્યા હતા. શરૂઆતમાં આ મહિલા ટીચર ક્લિફટન કારમેક પર એક વિદ્યાર્થી યુવકની સાથે શારીરિક સંપર્ક સિવાય બાળ ઉત્પીડન, દુષ્કર્મ અને એક બાળકની જિંદગીને ખતરામાં નાખવાનો આરોપ લગાવાયો હતો. જો કે, આ આરોપ પછીથી હટાવી દેવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીના શરીર પર ટીચર દ્વારા ઉઝરડાં
હાલ મહિલા ટીચર પોતાના ઘરમાં નજર બંધ છે, કારણ કે, આગામી 11 ઑક્ટોબરે તેને સજા સંભળાવાશે. એક નિવેદન અનુસાર, વિદ્યાર્થીએ બીજાને પોતાની પીઠ પર ઉઝરડાનો ફોટો દેખાડ્યો હતો. જેમાં દાવો કર્યો હતો કે આ ઉઝરડા મહિલા ટીચર ક્લિફટન કારમેકે આપ્યા છે. આ મહિલા ટીચરને અમેરિકી રાજ્ય એવા મિસૌરીની જાતીય હિંસા કાર્યક્રમ હેઠળ ચાર વર્ષની જેલની સજા ભોગવવાનો વારો આવશે. આ ઘટના બાદ મહિલા શિક્ષક સામે ચારેબાજુંથી ફિટકાર વરસી રહી છે
એક નજરે જોનાર સાક્ષીએ આરોપ મૂક્યો હતો કે, પીડિત વિદ્યાર્થી કે જેની ઉંમર માત્ર 16 જ વર્ષ છે. તેના લીધે મહિલા ટીચર ક્લિફટન કાર્મેકે પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. કોર્ટ રેકોર્ડમાં પણ આ વાતની નોંધ કરવામાં આવી છે, કે મહિલા ટીચર પોતાના પતિ સાથે સપ્ટેમ્બર-2023માં છૂટાછેડા લઈ લીધા હતા. ગત વર્ષે ડિસેમ્બરમાં પીડિત ટીચર વિરુદ્ધ આરોપ નોંધવામાં આવ્યો હતો. જો કે, આમાં છતાં તે પીડિત સાથે 23 ડિસેમ્બર સુધી વાતચીત કરી રહી હતી.
પિતા ઉપર કેસ દાખલ
એક સાક્ષીએ આરોપ મૂક્યો હતો કે, પીડિતના પિતાને આ અંગે જાણ હતી કે, તેનું બાળક સાથે ખોટું થઈ રહ્યું છે. જ્યારે પિતાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે, તે આને મારી પાછળ જે કરે છે તેને હું આવું થવા દઉં છું. વિદ્યાર્થીના પિતા પર પણ પોતાના બાળકને ખતરામાં મૂકવાનો આરોપમાં કેસ ફાઈલ થયો છે. પરંતુ 11 ઑક્ટોબરે મહિલા ટીચરની સજા સુધી આ કેસને ટાળી દેવામાં આવ્યો છે.