- ઈલિનોઈસમાં ચાકુબાજીને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
- પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી
- ઈલિનોઈસમાં હુમલાની ઘટના બાદ પોલીસે સુરક્ષા વધારી
અમેરિકાના ઉત્તરી ઈલિનોઈસમાં છરી વડે હુમલાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ભયાનક ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રોકફોર્ડ પોલીસ વડા કાર્લા રેડે જણાવ્યું હતું કે 22 વર્ષીય શંકાસ્પદ પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. રેડે પત્રકારોને કહ્યું, “મારા વિચારો આ સમયે પીડિતોના પરિવારો સાથે છે.
તેમણે જણાવ્યું હતું કે, રોકફોર્ડ પોલીસને બુધવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 1.14 કલાકે પહેલો કોલ આવ્યો હતો, ત્યારબાદ બીજા ઘણા ફોન આવ્યા હતા. પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલમાં આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હોવાની શંકા નથી અને "આવો જઘન્ય અપરાધ કરવા પાછળના શંકાસ્પદના હેતુ વિશે અમને હજુ સુધી ખબર નથી." રોકફોર્ડ પોલીસે શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે, પરંતુ વિન્નેબેગો કાઉન્ટી શેરિફ ઓફિસના જનસંપર્ક અધિકારી કોરી હિલીયાર્ડે સાંજે કહ્યું કે કુલ સાત લોકો ઘાયલ થયા છે.જેમાં 2 મહિલા અને 2 પુરૂષોના મોત થયા હતા













