- બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને લઈ અમેરિકામાં અવાજ ઉઠાવાયો
- અમેરિકામાં વ્હાઈટ હાઉસ બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું
- અમેરિકી સાંસદે વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પત્ર લખી બાંગ્લાદેશમાં કાર્યવાહી કરવા ઉલ્લેખ કર્યો
ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિંસા વકરી છે અને હિંદુઓ પર થઈ રહેલા સતત હુમલાને લઈ અમેરિકામાં પણ અવાજ ઉઠયો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલી હિંસાને લઈ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય મૂળના બે મુખ્ય અમેરિકી સાંસદોએ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા હુમલા રોકવા અમેરિકાના સીધા હસ્તક્ષેપની માંગ કરી છે. તેઓએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે આ વિસ્તારમાં ધાર્મિક અસહિષ્ણુતા અને હિંસા પ્રેરિત અસ્થિરતા અમેરિકા અથવા તેના સહયોગીઓના હિતમાં નથી.
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર હુમલા રોકવાની માંગ
નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશમાં વચગાળા સરકારના પ્રમુખના રૂપે શપથ લીધા હતા. શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં હિંસામાં ઘણા મંદિરો, દુકાનો, વ્યવસાયોમાં તોડફોડ., આગચંપી કરાઈ, મહિલાઓ પર હુમલા કરાયા અને અવામી લીગ સાથે સંકળાયેલા બે હિંદુ નેતાઓની હત્યા કરવામાં આવી હતી.
સાંસદે એન્ટની બ્લિકનને પત્ર લખ્યો
અમેરિકી સાંસદ થાનેદારે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હુમલાઓને લઈ વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનને પત્ર લખી હુમલા રોકવા અને અમેરિકાએ દખલગીરી કરવાની માંગ કરી હતી. આ સિવાય બાઈડેન સરકારને વિનંતી કરી હતી કે બાંગ્લાદેશી હિંદુઓ અને બીજા ધાર્મિક લઘુમતીઓને શરણાર્થીઓના રૂપમાં હંગામી સુરક્ષાનો દરજ્જો આપે તેવી પણ માંગ કરી હતી.
https://twitter.com/AdityaRajKaul/status/1822518853164790009
બે હિંદુ સંગઠનો બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી એકતા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદ અનુસાર પાંચમી ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની ધરાવતી સરકારના પતન પછી દેશ છોડીને પલાયન થયા પછી બાંગ્લાદેશમાં લઘુમતી સમુયાદોના સભ્યોને 52 જિલ્લામાં હુમલાની 205 ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હિંસાથી બચવા માટે હજારો બાંગ્લાદેશી હિંદુ પાડોશી દેશ ભારત જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ પણ હસ્તક્ષેની માંગ કરી
અમેરિકામાં ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હુમલા રિપોર્ટમાં મોટાપાયે થયાનું સામે આવ્યું છે. કૃષ્ણમૂર્તિએ પત્ર લખીને યુનુસની વચગાળાની સરકારને હિંસા સમાપ્ત કરવા અને ગુનેગારોને કોર્ટમાં લાવી સજા આપવાનું મળીને કામ કરો.
