- દક્ષિણ અમેરિકાના દેશ એવા વેનેઝુએલામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
- વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત
- તાજેતરમાં વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ જેમાં ખોટું થયાનો આરોપ મૂકાયો છે
દક્ષિણ અમેરિકાના દેશ એવા વેનેઝુએલામાં પ્રદર્શન અને હિંસા ઠેર-ઠેર શરૂ થઈ ગઈ છે. તાજેરમાં વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરીથી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સતત ત્રીજીવાર જીત્યા હતા. જો કે, આ ચૂંટણીમાં કશુંક ખોટું થવાનો પણ આરોપ લાગ્યો છે. જે બાદ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે નિકોલસ માદુરો વિરુદ્ધ આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત થઈ ગયા છે. જેથી વેનેઝુએલામાં આ વિરોધ પ્રદર્શનને ગૃહયુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે.
https://twitter.com/Linda_771/status/1818125914791944538
વેનેઝુએલામાં વિપક્ષનો શું છે આરોપ?
ગત 28 જુલાઈએ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી પહેલા મોટાભાગના સરવેમાં વિપક્ષ ઉમેદવાર એડમન્ડ ગોંજાલેજને સરળતાથી જીતતા દર્શાવ્યા હતા. જો કે, પરિણામ આવ્યા ત્યારે સરવેમાં ઠીક ઉલટા હતા. ત્યારબાદ વેનેઝુએલાના જુદાજુદા ક્ષેત્રોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. વિપક્ષે રાષ્ટ્રપતિ માદુરોની જીતને માનવાથી ઈનકાર કરી દીછો છે. ઉપરાંત આરોપ લગાવ્યા છે કે ચૂંટણી પંચે આમાં કંઈક ખોટું કર્યું છે.
જો બાઈડેનની પ્રતિક્રિયા
વેનેઝુએલામાં સતત વધી રહેલા અસંતોષ અને વિરોધ પ્રદર્શનને જોતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સક્રિય થયા છે. જો બાઈડેન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાએ વેનેઝુએલા સરકારથી રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના ડેટા જાહેર કર્યા છે. બંને નેતાએ કહ્યું કે ચૂંટણી અધિકારીઓએ વિગતે મતદાન ડેટા તાબડતોબ જાહેર કરવા જોઈએ.