• વેનેઝુએલામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષે ચૂંટણીમાં ગેરરીતિ કર્યાનો મૂક્યો આરોપ
  • વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ચૂંટણીમાં મળ્યો ભારે પડકાર
  • વેનેઝુએલામાં આર્થિક સંકટને લીધે 70 લાખ લોકો દેશ છોડી બીજા દેશમાં ચાલ્યા ગયા

વેનેઝુએલામાં રવિવારે યોજાયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નિકોલસ માદુરોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો કે વિપક્ષના નેતાઓએ ચૂંટણી પરિણામને લઈ ભારે વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રીય ચૂંટણી પરિષદના પ્રમુખે માદુરોને 51 ટકા વોટ મળ્યાનું જણાવ્યું છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર એડમુંડો ગોંજાલેજના ખાતામાં 44 ટકા વોટ પડયા હોવાનું જણાવ્યું છે. તેમને વધુમાં કહ્યું કે આ ચૂંટણી પરિણામ 80 ટકા મતદાન કેન્દ્રો પર પડેલા વોટ પર આધારિત છે. ચૂંટણી પંચે અત્યાર સુધી 30 હજાર મતદાન કેન્દ્રોના સત્તાવાર મતદાન આંકડા જાહેર નહોતા કર્યા. જેનાથી વિપક્ષ પરિણામની પુષ્ટિ નહોતી કરી શક્યા.

નિકોલસ માદુરોને મળ્યો ભારે પડકાર

વેનેઝુએલા દેશના વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુઓએ આ ચૂંટણીમાં એક થઈ વિપક્ષને કડક સામનો કરવો પડયો હતો. વિપક્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ ગત એક દાયકાથી જાહેર આર્થિક સંકટને દૂર કરશે. વેનેઝુએલામાં આર્થિક સંકટને લીધે આશરે 70 લાખ લોકો દેશ છોડીને બીજા દેશ જતા રહ્યા છે. 74 વર્ષીય એડમુંડો ગોંજાલેજ યુરુશિયાની આગેવાનીમાં વિપક્ષે માદુરો વિરુદ્ધ ચૂંટણી લડી હતી. જો કે તેઓ ગત 11 વર્ષથી સત્તા પર રહેલા માદુરોને હરાવી નહોતા શક્યા.

લોકો આતૂરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા

વેનેઝુએલાના લોકો રવિવારે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યા હતા. જે 25 વર્ષથી એક જ પાર્ટીના શાસનના અંતનો માર્ગ મોકળો કરી શકતો હતો. રાષ્ટ્રપતિ માદુરોએ ત્રીજા કાર્યકાળ માટે ગોંજાલેજને ભારે ટક્કરનો સામનો કરવો પડયો હતો. વિપક્ષ નેતાઓએ ગોંઝાલેજની જીતનો સંપૂર્ણ ભરોસો હતો. અને તેઓને કેટલાક મતદાન કેન્દ્રોની બહાર ઉજવણી પણ શરૂ કરી દીધી હતી. મતદાન સાંજે છ વાગ્યે સમાપ્ત થવાનું હતું, પરંતુ ત્યારબાદ પણ આશકે છ કલાક સુધી કારાકસમાં કેટલાક મતદાન કેન્દ્રો પર વોટ નંખાયા હતા.