વિયેતનામ દેશમાં યક્રવાત યાગીને લીધે આવેલા પૂરથી સોમવારે સવારે એક બ્રિજ ધરાશાયી થયો છે. જેના કારણે એક પેસેન્જર બસ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ. વિયેતનામના ઉત્તરી વિસ્તારમાં ઓછામાં ઓછા 59 લોકો મોતને ભેટયા હતા. આટલું ઓછું હોય તેમ હજી હવામાન કચેરી તરફથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. 

વિયેતનામમાં મોતનો સીલસીલો યથાવત્
વિયેતનામ દેશમાં શનિવારે આવેલા યાગી ચક્રવાતને લીધે નવ લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે વધુ 50 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉત્તરી વિયેતનામમાં ઘણી નદીઓનું જળસ્તર ખતરનાક સ્તરથી ઉપર હતું.

એક પેસેન્જર બસ પૂરમાં તણાઈ
વિયેતનામના પર્વતીય કાઓ બાંગ પ્રાંતમાં સોમવારે સવારે ભૂસ્ખલનથી 20 લોકોને લઈને જતી એક પેસેન્જર બસ પૂરના પાણીમાં ગરકાવ થઈ હતી. બચાવ કર્મીઓએ ભારે જહેમતથી કામગીરી હાથ ધરી પરંતુ તેમાં કોઈ સફળતા નહોતી મળી શકી. જો કે આ સ્થળે ભૂસ્ખલન પણ થયું હતું. જેથી રસ્તો બંધ થચો હતો. સોમવારે સવારે ફૂ થો પ્રાંતમાં રેડ રિવર પરનો સ્ટીલનો પુલ ધરાશાયી થયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. અહેવાલો અનુસાર બે મોટરસાઈકલની સાથે 10 કાર અને ટ્રક પણ નદીમાં પડી ગયા હતા. ત્રણ લોકોને નદીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અન્ય 13 લોકો લાપતા હતા.

વ્યક્તિએ તેની આપવીતી સંભળાવી
ફામ ટ્રુઓંગ સોને, 50, કહ્યું કે તે તેની મોટરસાઇકલ પર પુલ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોરદાર અવાજ સાંભળ્યો. શું થઈ રહ્યું છે તે સમજે તે પહેલા તે નદીમાં પડી ગયો. તેણે કહ્યું કે તેને લાગ્યું કે તે નદીમાં ડૂબી ગયો છે અને બચી શકશે નહીં. જો કે, તે કેવી રીતે તરવું તે જાણતો હતો તેથી તરતી વખતે અને વહેતી વખતે તે કેળાના ઝાડ સાથે અથડાઈ ગયો. તેણે કહ્યું કે જ્યાં સુધી બચાવકર્મીઓ આવ્યા ત્યાં સુધી હું તે જ ઝાડને પકડીને ઊભો રહ્યો હતો.

 દાયકાનું સૌથી શક્તિશાળી યાગી તોફાન
વિયેતનામ દેશમાં 149 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવેલું યાગી તોફાન દાયકાનું સૌથી શક્તિશાળી ચક્રવાત હતું. રવિવારે આ નબળું થઈ ઉષ્ણ કટિબંધીય પ્રેશરમાં ફેરવાયું હતું. પરંતુ દેશની હવામાન કચેરીએ હજી ચેતવણી આપી છે કે સતત વરસાદથી પૂર અને ભૂસ્ખલન થઈ શકે છે. ડાંગરના ખેતરો અને પહાડો માટે જાણીતું ટ્રેકિંગ બેસ સા પા શહેરમાં રવિવારે ભૂસ્ખનમાં એક શિશુ સહિત છ લોકોનાં કરૂણ મોત થયા હતા અને નવ બીજા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 21 મોત અને ઓછામાં ઓછા 299 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

વહીવટી તંત્રએ સફાઈ હાથ ધરી
વિયેતનામની રાજધાની હનોઈમાં સોમવારે સવારે વરસાદ વરસ્યો અને શ્રમિકોએ મૂળ સુધી ઉખડેલા વૃક્ષો, નીચે પડેલા હોર્ડિંગ્સ અને વીજળના થાંભલાઓને સાફ કર્યા હતા. ઉત્તર-પશ્ચિમી વિયેતનામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગાહી અનુસાર આ વિસ્તારમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબકશે. શરૂઆતમાં કોંગ નિન્હ અને હેફોંગ પ્રાંતોમાં 30 લાખ લોકો વીજળી વગર રહેવાની નોબત આવી છે અને એ હજી નક્કી નથી કે વીજળી કયારે શરૂ થશે.
  • Follow us on: