- વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહ 8 નવેમ્બરે દેખાશે
- આ છેલ્લું ચંદ્રગ્રહણ હોવાથી તે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે
- આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ ત્રણ વર્ષ પછી જોવા મળશે
25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. પરંતુ હવે થોડીવારમાં જ બીજી આવી ખગોળીય ઘટના જોવા મળશે. 8 નવેમ્બરે એટલે કે આજે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આંશિક રીતે દેખાશે. પૂર્વીય રાજ્યોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે. ત્યારબાદ આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ ત્રણ વર્ષ પછી જોવા મળશે. આ ચંદ્રગ્રહણ મંગળવારે સાંજે 5:12 કલાકે થશે. આવો જાણીએ આ ચંદ્રગ્રહણ શા માટે ખાસ છે.
ચંદ્રગ્રહણની વિશેષતા જાણતા પહેલા આ ગ્રહણ કેવી રીતે લાગે છે તે સમજીએ. અવકાશમાં ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા દરમિયાન ઘણી વખત ચંદ્ર તેની પાછળ પહોંચી જાય છે. પાછળ હોવાને કારણે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી અને પૃથ્વીના પડછાયાથી ચંદ્ર પર અંધારું થઇ જાય છે. પૃથ્વી પરથી જોવા પર ચંદ્ર લાલ અને ગુલાબી રંગનો દેખાય છે. જ્યારે ચંદ્ર પર પ્રકાર સંપૂર્ણપણે ના પહોંચતા આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવાય છે. જો થોડીક રોશની અને થોડોક પ્રકાશ પહોંચે છે તો તેને આંશિક ચંદ્ર ગ્રહણ કહે છે.
ચંદ્રગ્રહણ શા માટે ખાસ છે?
8 નવેમ્બરે થનારું ચંદ્રગ્રહણ બ્લડ મૂન છે, એટલે કે ચંદ્રનો રંગ લાલ દેખાશે. કારણ કે ચંદ્ર સંપૂર્ણપણે અંધારામાં હશે. તેના સુધી માત્ર એ જ રોશની પહોંચશે જે પૃથ્વીથી ટકરાશે. વાયુમંડળમાં હાજર ધૂળ અને વાદળોના લીધે લાલ રંગ નીકળે છે. નાસાના રિપોર્ટ પ્રમાણે વાયુમંડળમાં જેટલા વધુ કણો હશે ચંદ્ર એટલો જ લાલ દેખાશે. આગામી ચંદ્રગ્રહણ ભારતમાં 28 ઑક્ટોબર 2023ના રોજ જોવા મળશે.
ચંદ્રગ્રહણનો સમય શું છે?
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 2.39 કલાકે શરૂ થશે. પૂર્ણ ચંદ્રગ્રહણ બપોરે 3.46 થી 5.12 સુધી ચાલશે. ચંદ્રગ્રહણ સાંજે 6.19 કલાકે પૂરું થશે. જો કે ભારતમાં ચંદ્રગ્રહણ 5.12 પછી જ દેખાશે અને તે પૂરું થાય ત્યાં સુધી દેખાશે. ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાશે. પરંતુ જો દૂરબીન કે ટેલિસ્કોપ હશે તો આ નજારો વધુ સુંદર બની જશે.









