- હમાસ અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે આઠ મહિના પૂર્ણ થયા
- વ્હાઈટ હાઉસ પ્રદર્શનમાં 30 હજાર લોકોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યો
- રફા શહેરમાં હુમલા માટે બાઈડેન જવાબદાર હોવાનો વિરોધીઓનો દાવો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 8 મહિના ગઈકાલે પૂર્ણ થઈ ગયા છે. હવે 8 મહિના પછી હમાસનું સમર્થન કરી રહેલા વિરોધીઓએ અમેરિકામાં વ્હાઇટ હાઉસ પર હુમલો કર્યો છે. દેખાવકારોએ ઈઝરાયેલને અમેરિકાના સમર્થન માટે રાષ્ટ્રપતિ જો બાઈડેનની નિંદા કરી છે. આ પ્રદર્શનમાં લગભગ 30 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શન શનિવારે એટલે કે 8 જૂને શરૂ થયું હતું, બપોર સુધીમાં લોકોની મોટી ભીડ એકઠી થવા લાગી હતી. વિરોધીઓએ સમગ્ર વ્હાઇટ હાઉસને ઘેરી લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો.
ઑક્ટોબર સાતના રોજ શરૂ થયેલા યુદ્ધ પછી, પેલેસ્ટાઇનને સમર્થન આપવા માટે વ્હાઇટ હાઉસની સામે એક વિરોધ યોજવામાં આવ્યો હતો, જેમાં સહભાગીઓએ બે માઇલ લાંબું લાલ બેનર બહાર પાડ્યું હતું. આ બેનર પર રેડ લાઇનનો સંદર્ભ આપવામાં આવ્યો હતો. બેરોન પરની લાલ રેખાને બાઈડેન સાથે જોડવામાં આવી છે, જે રફા શહેર પરના હુમલાની હદને પ્રકાશિત કરે છે. વિરોધીઓનું માનવું છે કે રફાહ પર ઈઝરાયેલના હુમલાની રેખા પાર કરવામાં બાઈડેનનો મોટો હાથ હતો.













