• અમેરિકાની સિએટલ પોલીસે ભારતીય જ્હાન્વીના મૃત્યું પર મજાક ઉડાવી
  • 23 વર્ષીય જ્હાન્વી કંડુલા હતી આંધ્રપ્રદેશની રહેવાસી
  • તે 2021માં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ પર બેંગલુરુથી અમેરિકા ગઈ હતી

અમેરિકાની સિએટલ પોલીસે ભારતીય જ્હાન્વીના મૃત્યું પર મજાક ઉડાવી હતી ત્યાર બાદ અધિકારી સામે તપાસ શરૂ કરી છે. ભારતીય મૂળની વિદ્યાર્થિની જ્હાન્વી કંડુલાનું આ વર્ષે 23 જાન્યુઆરીએ અવસાન થયું હતું. તેને ડેનિયર ઓડેરરના એક સાથીદારની કારે ટક્કર મારી હતી. સિએટલ પોલીસ ઓફિસર્સ યુનિયનના ઉપપ્રમુખ ડેનિયર ઓડેરર યુનિયનના પ્રમુખ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે જ્હાન્વી વિશે કહ્યું હતું કે તે મરી ગઈ છે અને જોર જોરથી હસવા લાગ્યા હતા.

કોણ હતી જ્હાન્વી કંડુલા?

[[$googlead]]

જ્હાન્વી કંડુલા 23 વર્ષીય યુવતી હતી અને તે આંધ્રપ્રદેશની રહેવાસી હતી. સાઉથ લેક યુનિયનમાં નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી કેમ્પસમાં તેની માસ્ટર ડિગ્રી કરી રહી હતી. તે 2021માં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ પર બેંગલુરુથી યુએસ ગઈ હતી અને આ ડિસેમ્બરમાં ગ્રેજ્યુએટ થવાની હતી.

[[$alsoread]]

જ્હાન્વી કંડુલાનો પરિવાર આ ઘટસ્ફોટથી ખૂબ જ વ્યથિત છે. તેના દાદાએ જણાવ્યું હતું કે પરિવાર હજુ તેમની દિકરીના મોતને સહન કરી શક્યો નથી અને પોલીસકર્મીના ખરાબ વર્તનના કરાણે તેઓ ગુસ્સે છે.

તેણે આગળ હસીને કહ્યું હતું કે, બસ 11 હજાર ડોલરનો ચેક દેજો. ક્લિપના અંતે તેને એમ કહેતા સાંભળવામાં આવે છે કે કોઈપણ રીતે તેણી 26 વર્ષની હતી અને તે એક સામાન્ય માણસ છે.

પોલીસ કમિશને નિવેદન બહાર પાડ્યું

સિએટલ કોમ્યુનિટી પોલીસ કમિશન (CPC)એ વીડિયો જાહેર થયા બાદ સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ડેનિયર ઓડેરર અને તેના સાથીદાર વચ્ચેની વાતચીતને "હૃદયસ્પર્શી, સંવેદનશીલ અને આઘાતજનક" ગણાવી હતી. CPCએ જણાવ્યું હતું કે, સિએટલના લોકો પોલીસ વિભાગના વધુ સારા લાયક છે કે જે સમુદાય સાથે વિશ્વાસ વધારવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે.

23 જાન્યુઆરી 2023ના રોજ સાઉથ લેક યુનિયનમાં સિએટલ પોલીસ પેટ્રોલિંગ વાહનની ટક્કરથી આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લાના વતની કંડુલાનું મૃત્યુ થયું હતું. સિએટલ પોલીસ વિભાગના નિવેદન અનુસાર, મહિલા રાહદારી ક્રોસવોકમાં પૂર્વથી પશ્ચિમમાં ચાલી રહી હતી ત્યારે તેને વાહને ટક્કર મારી હતી.


  • Follow us on: