- કેનેડીયન પીએમ ટ્રુડોને કારણે અટકી પડી ભારત કેનેડા ટ્રેડ ડીલ
- ટ્રેડ ડીલ અટકી જતાં ભારત કરતાં કેનેડાને થશે વધુ નુકસાન
- અનેક કેનેડીયન કંપનીઓએ કર્યું છે ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ
ભારત અને કેનેડાના સંબંધોમાં ખાલિસ્તાનને લઈને તણાવ વધતો જ જઈ રહ્યો છે. જસ્ટિન ટ્રુડોના વડાપ્રધાન પદ પર રહેતા સુધી ભારત કેનેડા સાથે દ્વીપક્ષીય ચર્ચાનો રસ્તો બંધ કરવા સુધીની પણ ચિંતા નહીં કરે. આ પહેલા સરકારે ખાલિસ્તાની સમર્થકો પર કેનેડીયન સરકારના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ તેનાથી ઊલટું ભારતે વેપારને રાજકારણથી અલગ રાખવાનું વલણ અપનાવ્યું હતું. કેનેડીયન પીએમ જી-20 દરમિયાન દિલ્હી આવ્યા ત્યારે પણ સરકારે ટ્રુડોને પોતાની ચિતાઓ જણાવી હતી.
પરંતુ સોમવારે સંસદમાં કેનેડીયન પીએમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે 2025 સુધી જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત કેનેડા વચ્ચેની દ્વિપક્ષીય ચર્ચા લગભગ અશક્ય છે. જોકે, ટ્રુડોએ મંગળવારે ફરી પોતાનું વલણ નરમ કરતાં સ્પષ્ટતા કરી હતી કે તે આ મુદ્દે ભારતને ઉશ્કેરવા માંગતા નથી.
કેમ અટકી પડી ભારત-કેનેડા ટ્રેડ ડીલ?
તેમ છતાં હવે ભારત અને કેનેડા વચ્ચેની ટ્રેડ ડીલ અટકી જશે તે લગભગ નક્કી માનવામાં આવે છે. બનેં દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વેપાર પર ચર્ચા ચાલી રહી હતી જેમાં તાજેતરમાં તેજી પણ આવી હતી. બાદમાં 2023ના અંત સુધીમાં ભારત-કેનેડા વચ્ચે ટ્રેડ ડીલ પૂર્ણ થવાની આશા હતી. પરંતુ હવે ભારતીય રાજદ્વારીના નિષ્કાસનના કેનેડાના નિર્ણયને પગલે આ ડીલ પર પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.
જોકે, આ ટ્રેડ ડીલ અટકવાને કારણે ભારત કરતાં કેનેડાને વધુ નુકસાન થઈ શકે છે. કારણ કે ભારત માટે કેનેડા સાથે વ્યાવસાયિક કરાર થવાથી ફાયદા મર્યાદિત હતા. તેનું કારણ છે કે નિકાસના એક મોટા ભાગ પર વધુ ટેક્સ નાથી લાગુ પડતો. આ ટ્રેડ ડીલથી કપડા પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાની શકયતા હતી, જેનાથી ભારતીય નિકાસને ફાયદો મળતો. આ ઉપરાંત, પ્રોફેશનલ અને સ્ટુડન્ટ્સની અવરજવર મામલે પણ આ ટ્રેડ ડીલથી ફાયદો મળી શકતો હતો. તો, કેનેડા માટે ડેરી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય એરિયા હતા.
ટ્રેડ ડીલ અટકતા કેનેડાને વધુ નુકસાન
આ રીતે બંને પક્ષ દ્વિપક્ષીય વેપારને સુધારવા માટે એક ટ્રેડ ડીલ પર કામ કરી રહ્યા હતા. અનુમાન છે કે ગત વર્ષે ભારત-કેનેડા વેપાર 8.2 આરબ ડોલરનો હતો. તેમાં કેનેડા ભારતનો 35મો સૌથી મોટો ભાગીદાર હતો. આમ તો બંને દેશો વચ્ચે વેપાર સમાન રૂપે સંતુલિત છે. કેનેડીયન પેન્શન ફંદો માટે ભારત હંમેશાથી રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કેનેડાના પેન્શન ફંડ CPPIBએ ભારતમાં લગભગ 1.21 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આ રોકાણ લોંગ ટર્મને ધ્યાનમાં રાખીને કારવવા આયુ છે. આ ઉપરાંત બ્રુકફિલ્ડ અને કનવરજેન્ટ ફાઇનાન્સનું પણ ભારતમાં ખાસ્સું રોકાણ છે.









