કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, કેનેડાએ ભારતીય હાઈ કમિશનરને પોલીસ તપાસ માટે કહ્યું હતું, જેના જવાબમાં ભારતે તેના હાઈ કમિશનર અને રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો હતો. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, "કેનેડાના રાજદ્વારીઓ જ્યારે ભારત આવે છે અને અમારી સેના અને પોલીસ વિશે માહિતી એકત્રિત કરે છે ત્યારે તેને કોઈ સમસ્યા નથી, પરંતુ તે જ સમયે અમારા રાજદ્વારીઓ પર નિયંત્રણો લાદવામાં આવે છે."


પોતાનો અભિપ્રાય અને સ્થિતિ બનાવવાના પ્રયત્નો ચાલુ રહેશે!

જયશંકરે સ્વતંત્રતા અને વિદેશી દખલગીરીના સંદર્ભમાં બન્ને દેશો વચ્ચેની બેવડી નીતિઓની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, "જ્યારે ભારતીય પત્રકારો સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરે છે, ત્યારે તેને સ્વતંત્રતાની શ્રેણીમાં ગણવામાં આવે છે, પરંતુ જો કોઈ કહે કે કેનેડિયન હાઈ કમિશનર ગુસ્સામાં સાઉથ બ્લોકમાંથી બહાર નીકળી ગયા, તો તેને વિદેશી હસ્તક્ષેપ માનવામાં આવે છે."

છેલ્લા 20-25 વર્ષોમાં વિશ્વમાં પુનઃસંતુલન થયું

વિદેશ મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, વૈશ્વિક વ્યવસ્થા પશ્ચિમી વર્ચસ્વથી મુક્ત થઈ રહી છે. તેમણે કહ્યું કે, "છેલ્લા 20-25 વર્ષોમાં વિશ્વમાં પુનઃસંતુલન થયું છે, જે ભારત અને ચીન જેવા મોટા દેશોની વધતી જતી સંડોવણીને કારણે છે. આ પ્રક્રિયા સરળ નહીં હોય અને તેનાથી કેટલાક વિવાદ અને તકરાર થવો સ્વાભાવિક છે." વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, પશ્ચિમ અને બિન-પશ્ચિમ દેશો વચ્ચેના સંબંધો બદલાઈ રહ્યા છે અને આ પરિવર્તન આસાન નહીં હોય. જેમ જેમ વિશ્વની કુદરતી વિવિધતા ઉભરી રહી છે, મોટા દેશો તેમના પોતાના મંતવ્યો અને સ્થિતિ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે.

ખુલ્લી ધમકીને અભિવ્યક્તિની સ્વતંત્રતા કહેવાય!

એસ જયશંકરે કહ્યું કે, "જુઓ ભારતમાં શું થાય છે. કેનેડિયન રાજદ્વારીઓને અમારી સેના, પોલીસ, લોકોની પ્રોફાઇલિંગ, કેનેડામાં રોકાયેલા લોકોને નિશાન બનાવવામાં કોઈ સમસ્યા નથી. તેથી દેખીતી રીતે તેઓ પોતાને જે લાઇસન્સ આપે છે તે લાદવામાં આવેલા નિયંત્રણોથી સંપૂર્ણપણે અલગ છે. કેનેડામાં રાજદ્વારીઓ પર જ્યારે અમે તેમને કહીએ છીએ કે તમે લોકો ભારતીય નેતાઓને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છો, ત્યારે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જવાબ આપે છે."

હું તેમને (નવાઝ શરીફ)ને મળ્યો નથી: એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે, "પાકિસ્તાનની મુલાકાત વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "હું તેમને (નવાઝ શરીફ)ને મળ્યો નથી. હું ત્યાં SCO મીટિંગ માટે ગયો હતો... અમે SCOના પ્રમુખપદ માટે પાકિસ્તાનને ખૂબ જ ટેકો આપ્યો હતો... 'ત્યાં પહોંચ્યા, બધાને મળ્યા, હાથ મિલાવ્યા, સારી મીટિંગ કરી અને પાછા આવ્યા...'


  • Follow us on: