• ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની 
  • મેલોનીને 'મૅન ઑફ ધ યર' તરીકે નામ આપતા વિવાદ
  • મહિલા અધિકાર કાર્યકરો અને ઘણી મહિલા રાજકારણીઓ નારાજ

ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અત્યારે ચર્ચામાં છે. મિલાનમાં પ્રસિદ્ધ થતા તેમને 'મૅનઑફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ખાનગી ન્યૂઝે કહ્યું કે, જ્યોર્જિયાએ 2023માં અભૂતપૂર્વ જીત પ્રાપ્ત કરી છે.

મહિલા રાજકારણીઓને આ નિર્ણય પસંદ ન આવ્યો

જો કે, જ્યોર્જિયા મેલોનીને 'મૅન ઑફ ધ યર' તરીકે નામ આપવું મહિલા અધિકાર કાર્યકરો અને ઘણી મહિલા રાજકારણીઓ માટે સારું નહોતું ગયું. તેઓએ આ શબ્દને પુરુષ શ્રેષ્ઠતાની પુષ્ટિ તરીકે જોયો. એલેનઝા વર્ડી ઇ સિનિસ્ટ્રા (ગ્રીન્સ એન્ડ લેફ્ટ એલાયન્સ)ના સાંસદ એલિસાબેટા પિકોલોટીએ ફેસબુક પર લખ્યું હતું કે મેલોનીએ શીર્ષકને નકારી કાઢવું ​​જોઈએ, કારણ કે તે માત્ર પુરુષ શ્રેષ્ઠતાની પુષ્ટિ હતી.

"" data-show-text="true">