- ઈરાને સૈન્ય ક્ષમતામાં સતત કર્યો વધારો
- ઈરાને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ કર્યું પરીક્ષણ
- સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેની આ મિસાઈલોનું કર્યું નિરીક્ષણ
ઈરાન તેની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. થોડા મહિના પહેલા તેણે પરમાણુ શસ્ત્રો વહન કરતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તેની મદદથી તેણે અવકાશમાં એક સેટેલાઇટ પણ મોકલ્યો જેને ઇઝરાયેલ અને અમેરિકા પોતાનો સૌથી મોટો ખતરો માને છે. ઈરાને હવે હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરી છે જે ઈઝરાયેલને પણ નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ઈરાને તેનો ખુલાસો કર્યો હતો ત્યારે સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેની આ મિસાઈલોનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.
આયતુલ્લા અલી ખમેનીએ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા સંચાલિત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી જ્યાં ઈરાન સામાન્ય રીતે તેના ભારે શસ્ત્રોના નમૂનાઓ રાખે છે. આ સિવાય અહીં નવી ટેક્નોલોજી પર સંશોધન પણ થાય છે. તેહરાન સ્થિત આ યુનિવર્સિટીમાં સર્વોચ્ચ નેતા માટે લશ્કરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ફત્તાહ હાઇપરસોનિક મિસાઇલના અપગ્રેડેડ વર્ઝનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.













