- ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઇ ગાઝા પટ્ટીમાં સર્ચ ઓપરેશન
- ગાઝા પર શાસન કરવા ઇઝરાયેલ અને સરબ દેશો ઘડશે રણનીતિ
- યુદ્ધ જીત્યા બાદ ઈઝરાયેલ સંયુક્ત રાષ્ટ્ર સાથે વિચારણા કરશે
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલના રાજદ્વારીએ કહ્યું છે કે હમાસને ખતમ કરવા અને ગાઝા પટ્ટીમાં ઓપરેશન પૂર્ણ થયા બાદ ઈઝરાયેલ અરબ દેશો સાથે ગાઝાના ભવિષ્ય અંગે ચર્ચા કરશે. મીડિયા સાથે વાત કરતા ઈઝરાયેલના રાજદ્વારી ગિલાદ એર્ડને કહ્યું, 'અમે ઘણા આરબ દેશો માટે અમારા હાથ ગંદા કરી રહ્યા છીએ.' ગિલાદે સ્પષ્ટ કર્યું કે ગાઝાના સંયુક્ત વહીવટ માટે ઈઝરાયેલે હજુ આરબ દેશો સાથે વાતચીત શરૂ કરી નથી પરંતુ તે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
'હમાસ અરબ દેશોનો પણ દુશ્મન છે'













