• યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પત્નીએ નિવેદન આપ્યું
  • ઝેલેન્સકી બીજા કાર્યકાળ માટે ચૂંટણી નહીં લડે
  • યુક્રેનના લોકો તેમને નથી ઈચ્છતા:ઝેલેન્સકીના પત્ની

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પત્નીએ મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે સવાલો ઉભા થવા લાગ્યા છે કે શું ઝેલેન્સકી વિદાય લેશે? ઓલેના ઝેલેન્સકીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જો ઝેલેન્સકીને લાગે છે કે યુક્રેનના લોકો તેમને નથી ઈચ્છતા તેથી તે બીજા કાર્યકાળ માટે ચૂંટણી નહીં લડે.

હકીકતમાં યુક્રેનમાં માર્ચ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ઝેલેન્સકીની પત્ની ઓલેનાએ કહ્યું કે, ઝેલેન્સકી ફરી ચૂંટણી લડશે નહીં એવું કહીને શું સંકેત આપી રહી છે? સવાલ એ પણ છે કે અમેરિકાના પ્રવાસ બાદ તરત જ આવું કહેવાનો અર્થ શું? શું બાઈડેને ઝેલેન્સકીને કોઈ સમયમર્યાદા આપી છે?

રશિયાએ ઓડેસા પર મિસાઈલ હુમલો કર્યો

તો બીજી તરફ રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલ વડે ઓડેસા પ્રાંત પર હુમલો કર્યો હતો. બંદર, અનાજના ગોદામ અને એક ત્યજી દેવાયેલી હોટલને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. યુક્રેનના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે તમામ હુમલાખોર ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો પરંતુ એક મિસાઇલ અને એક ડ્રોને ઓડેસામાં માળખાને નુકસાન પહોંચાડ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ રવિવારે તેના 20માં મહિનામાં પ્રવેશ્યું હતું.

રશિયાએ પાછલા દિવસોમાં ઓડેસામાં બંદર અને અનાજ સંગ્રહ સુવિધાઓને વારંવાર નિશાન બનાવી છે. રશિયન દળોએ દક્ષિણ યુક્રેનમાં ખેરસન પર બોમ્બમારો કરીને એક શાળા, એક ફેક્ટરી અને રહેણાંક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું.

રશિયન દળોએ 10 શહેરો અને ગામડાઓ પર હુમલો કર્યો

આ દરમિયાન બેરિસ્લાવમાં થયેલા હુમલામાં બે લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. રશિયન દળોએ ડોનેત્સ્ક પ્રદેશના પૂર્વ ભાગમાં 10 નગરો અને ગામડાઓમાં રહેણાંક વિસ્તારો પર હુમલો કર્યો જેમાં બે લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે દળોએ સોમવારે વહેલી સવારે કુર્સ્ક અને બ્રાયન્સ્ક પ્રાંતમાં 3 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે રશિયન દળોએ બેલ્ગોરોડ ક્ષેત્રમાં યુક્રેનિયન ડ્રોનનો પણ નાશ કર્યો હતો.

  • Follow us on: