• ઈરાની અભિનેત્રી અફસાને બેયેગનને બે વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા કરવામાં આવી

  • હિજાબ ન પહેરતી મહિલાઓને હોસ્પિટલમાં સારવાર આપવા ઇનકાર
  • હિજાબ ન પહેરનારી મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકવાના હુકમ

ઈરાનમાં હિજાબ ન પહેરનારી મહિલાઓને સજા કરવામાં આવી રહી છે. તેમની પાસે શબઘરમાં મૃતદેહોની સાફ-સફાઈનું કામ કરાવાય છે. સાથે જ મનોચિકિત્સકની પાસે ઇલાજ માટે મોકલવામાં આવી રહી છે. મી.ડિયા રિપોર્ટ અનુસાર, ઈરાન સરકાર હિજાબ ન પહેરનારી મહિલાઓ પર પહેલાં કરતાં વધારે કડકાઈથી વર્તી રહી છે, જેથી હિજાબ કાયદાનું ઉલ્લંઘન કરનારી મહિલાઓને વશમાં રાખી શકાય. એટલે સુધી કે હિજાબ ન પહેરનારી મહિલાઓને હોસ્પિટલમાં સારવાર આપવાની પણ ના પાડી દેવાય છે. હિજાબ ન પહેરનારી મહિલાઓને નોકરીમાંથી કાઢી મૂકવાના હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ જ શ્રુંખલામાં ઈરાની અભિનેત્રી અફસાને બેયેગનને પણ બે વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા કરવામાં આવી છે. સાથે જ દર-અઠવાડિયે મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ માટે જવાના નિર્દેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અભિનેત્રીએ હિજાબ પહેર્યા વગરની પોતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા

મીડિયા રિપોર્ટ અનુસાર, તહેરાનની અદાલતે એક મહિલાને હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શબઘરમાં મૃતદેહોની સફાઈ કરવાની સજા કરી હતી. પીડિત મહિલાનો ગુનો એટલો જ હતો કે તે હિજાબ વગર કાર ચલાવી રહી હતી. સજા કરનારા જજોના ચુકાદા સામે ઘણાં સામાજિક સંગઠનોએ આૃર્ય પ્રગટ કરતાં તેમની ટીકા કરી હતી. ઈરાનના ચાર માનસિક સ્વાસ્થ્ય સંગઠનોના અધ્યક્ષ ધોલમ-હોસૈન મોહસેની ઈજેઈએ દેશની અદાલતોના વડાને પત્ર લખ્યો છે.


  • Follow us on: