- આર્જેન્ટિનાએ ત્રીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીત્યો
- ફાઈનલ મેચમાં ગૂગલ સર્ચ રિઝલ્ટનો 25 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો
- વર્લ્ડ કપ ફાઈનલ સર્ચ વોલ્યુમના સંદર્ભમાં તમામ રેકોર્ડ તોડ્યા
આર્જેન્ટિનાએ રવિવારે પોતાનો ત્રીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટિનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક હતી અને આ મેચમાં ઘણા ટર્નિંગ પોઈન્ટ્સ હતા. મેચમાં વધારાના સમય બાદ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ અને પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. વર્લ્ડ કપની આ ફાઈનલ મેચમાં ગૂગલ સર્ચ રિઝલ્ટનો 25 વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને ગૂગલ પર મહત્તમ ટ્રાફિકનો નવો રેકોર્ડ સર્જાયો હતો. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પોતે આ અંગે માહિતી આપી છે.
ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે, વર્લ્ડ કપ ફાઈનલ સર્ચ વોલ્યુમના સંદર્ભમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, સર્ચ (Google Search)માં રવિવારે છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ ટ્રાફિક નોંધાયું છે. ત્યારે આખી દુનિયા ઈન્ટરનેટ પર ફિફા વર્લ્ડ કપ અંગે સર્ચ કરી રહી હતી.










