- આઈએનએસ તબર બે દિવસની મુલાકાત માટે ડેનમાર્કના કિસબજર્ગ પહોંચી ગયું છે
- વિશ્વભરના નૌકાદળો સાથે ભારતીય નૌકાદળ ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છે
- ભારત અને ડેનમાર્ક સંરક્ષણ સંબંધો સહિત ઘણા ક્ષેત્રોમાં સારા રાજદ્વારી સંબંધો ધરાવે છે
ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ તબર બે દિવસની મુલાકાતે ડેનમાર્ક પહોંચી ગયું છે. ભારતીય નૌકાદળની ફ્રન્ટલાઈન સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ તબર કેપ્ટન એમઆર હરીશના કમાન્ડ હેઠળ, બે દિવસની મુલાકાત માટે ડેનમાર્કના એસ્બજર્ગ પહોંચી ગઈ છે. આઈએનએસ તબરની આ યાત્રા ભારત અને ડેનમાર્ક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મુલાકાતનો હેતુ બંને દેશોના નૌકાદળ વચ્ચેના વર્તમાન સંબંધોને વધારવાનો છે. એસ્બજર્ગ બંદરમાં તેના રોકાણ દરમિયાન જહાજના ચાલકદળ સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિત ડેનિશ સશસ્ત્ર દળો સાથે વિવિધ દ્વિપક્ષીય વ્યવસાયિક વાતચીતમાં પણ ભાગ લેશે.
વિશ્વભરના નૌકાદળો સાથે ભાગીદારી વધારવા માટે ભારતીય નૌકાદળ પ્રતિબદ્ધ છે. ભારત અને ડેનમાર્ક સંરક્ષણ સંબંધો સહિત ઘણા ક્ષેત્રોમાં સારા રાજદ્વારી સંબંધો ધરાવે છે. જહાજના આગમન પર ભારતીય-ડેનમાર્ક નામ સાથે એક 'એક્સ' હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ડેનમાર્કની શુભેચ્છા મુલાકાતના ભાગરૂપે જહાજ એસ્બજર્ગ બંદરે પહોંચ્યું છે. આ સાથે આગળ લખ્યું છે કે આ અવસર ભારત અને ડેનમાર્ક વચ્ચે મજબૂત મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે.













