ઘઉં, મકાઈ, ચોખા.... વિચારો એક જ દિવસમાં આ બધુ ખેતરોમાં સડવા વાગે તો? ખાવાની તમામ વસ્તુઓ ઝેર બની જાય? અમેરિકામાં હાલઆવો જ ભયાનક માહોલ ચાલી રહ્યો છે. જેને સમય પહેલા પકડી લેવામાં આવ્યો છે. અને આ આખી રમત પાછળ છે ચીન અને ચીનના બે નાગરિકો, જેના પર હવે એગ્રઓ ટેરિરીઝમ એટલે કે ખાદ્ય પદાર્થો દ્વારા આતંક ફેલાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
અમેરિકાની તપાસ એજન્સીએ ખૂલાસો કર્યો છે કે મિશિગન યુનિવર્સિટીની એક લેબમાં ચોરી-છૂપીથી એક ખતરનાક ફૂગ બનાવવામાં આવી છે. જેનું નામ છે Fusarium graminearum. આ કોઈ સામાન્ય ફંગસ નથી, પરંતું ઘઉં, મકાઈ, જુવાર અને ચોખા જેવા પાકને જડમૂળથી પુરો કરી નાખે છે. એટલે કે સીધા ખેડૂતો બરબાદ થઈ જાય એ રીતમનો હુમલો. અને ફૂગને બનાવવાવાળા ચીનના યુનકિંગ જિયાન અને જુનલોંગ લિયૂ છે. જેનું સીધુ કનેક્શન ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે છે.













