• હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી નિધન
  • ધનખડ રઈસીની અંતિમ વિદાયમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
  • ઈરાનમાં 28 જૂને આકસ્મિક રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે

રવિવારે બપોરે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના દુઃખદ અવસાન બાદ, દેશમાં આકસ્મિક રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં 28 જૂને આકસ્મિક રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. તેહરાનમાં પ્રેસિડેન્સી ઓફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન તારીખની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઈરાનની કાર્યકારી શાખાના વડા મોહમ્મદ મોખબર, સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને ન્યાયતંત્રના વડા ગુલામ-હુસેન મોહસેની-એઝેઈએ હાજરી આપી હતી.

દરમિયાન, એવા સમાચાર છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રઈસીની અંતિમ વિદાયમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધનખડ બુધવારે ઈરાન જવા રવાના થાય તેવી શક્યતા છે. રઈસીના સન્માનમાં મંગળવારે સમગ્ર ભારતમાં એક દિવસીય રાજ્ય શોક મનાવવામાં આવ્યો હતો.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

હકીકતમાં, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના ક્રેશના સમાચારે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. દુર્ઘટનાના કેટલાક કલાકો બાદ સોમવારે બચાવ દળોએ હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો. જો કે, અકસ્માત સ્થળે રાયસી જીવિત હોવાના કોઈ સંકેત મળ્યા ન હતા. આ પછી એ વાતની પણ પુષ્ટિ થઈ કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી અને અન્ય લોકોના મૃતદેહ ક્રેશ સ્થળ પર મળી આવ્યા છે.

કોણ છે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી?

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો જન્મ ઉત્તર-પૂર્વ ઈરાનના મશહદ શહેરમાં 1960માં થયો હતો. રઈસીના પિતા મૌલવી હતા. તે માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. રાયસી શરૂઆતથી જ ધર્મ અને રાજકારણ તરફ ઝુકાવ ધરાવતા હતા અને તેઓ તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન મોહમ્મદ રેઝા શાહ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રેઝા શાહ પશ્ચિમી દેશોના સમર્થક ગણાતા હતા.

મોહમ્મદ મોખ્બર ઈરાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇબ્રાહિમ રઈસીના મૃત્યુ બાદ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ મોખબરને વચગાળાનો હવાલો સોંપ્યો. ખામેનીએ કહ્યું કે બંધારણની કલમ 131 મુજબ મોખબરને આ જવાબદારી આપવામાં આવી છે. મોહમ્મદ મોખ્બરે 50 દિવસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરવા માટે ન્યાયિક વડાઓ સાથે કામ કરવું પડશે.

  • Follow us on: