- સ્વિટર્ઝલેન્ડ અને મેક્સિકોથી લઈ બાર્બાડોઝ સુધી હવામાને હાહાકાર મચાવ્યો છે
- ઈટાલીના નોઆસ્કા શહેરમાં સાંબેલાધાર વરસાદે વિનાશ વેર્યો છે
- સ્વિટર્ઝલેન્ડમાં ભારે વરસાદ બાદ પૂરમાં રેલવે ટ્રેક ધોવાયો
વિશ્વના ઘણા હિસ્સાઓમાં અત્યારે પૂર, ભારે વરસાદને લીધે સાર્વત્રિક વિનાશ જેવી સ્થિતિનું સર્જાઈ છે. સ્વિટર્ઝલેન્ડ અને મેક્સિકોથી લઈ બાર્બાડોઝ સુધી હવામાને હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન અને ભૂસ્ખલનની ઘણા ઘટનાઓ પણ સામે આવી છે. ઈટાલીના નોઆસ્કા શહેરમાં સાંબેલાધાર વરસાદે વિનાશ વેર્યો છે. અહીં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ પછી પૂરને લીધે નદીઓ ગાંડીતૂર બની છે. આ સિવાય ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ પૂરની સ્થિતિ યથાવત્ છે.
સ્વિટર્ઝલેન્ડમાં રેલવે ટ્રેક ધોવાયો
પશ્ચિમી દેશ સ્વિટર્ઝલેન્ડમાં પણ વરસાદને લીધે સ્થિતિ ભયંકર બનેલી છે. પૂરના લીધે માર્ગો અને ટ્રેનના રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ છે. તાજેતરમાં 30 જૂને સ્વિટર્ઝર્લેન્ડના વેલેસ ક્ષેત્રમાં ગ્લેશિયલ પીગળવા અને ભયંકર વાવાઝોડાને લીધે માર્ગો અને રેલવે લાઈન જળમગ્ન થઈ ગઈ છે. ત્યાં રહેલા લોકોએ વીડિયોમાં એક ગોડાઉનની આસપાસ પૂરનુ પાણી નજરે આવતું હતું. મેક્સિકોના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.
અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ પૂરને લીધે સ્થિતિ ખરાબ છે. અહીં અલ્બુકર્ક શહેરમાં ઘણા માર્ગો પર ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે પાણી ભરાઈ ગયા છે. ડાઉનટાઉન ક્ષેત્રમાં ઘણા ચાર રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જેમાં કાર, ટ્રક અને ટુવ્હીલર ફસાઈ ગયા છેય. લોકોના જણાવ્યા પ્રમાણે તેમને એક બસ અને એક કાર અલ્બુરકર્કના પરા તરફ જતા એક અંડરપાસમાં ફસાઈ જતા જોઈ હતી.
100 લોકોએ ઈમરજન્સી કોલનો ઉપયોગ કર્યો
અલ્બુર્કના ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડોના શરૂઆત પછી તેઓને આશરે 100 કોલ આવ્યા હતા. પૂરના વધારાને લીધે કેટલાક પંપિંગ સ્ટેશનની ક્ષમતા સુધી પહોંચી ગયા હતા.