યુએસ વિઝા ધરાવતા પ્રવાસીઓને 15 દિવસમાં જ કેનેડાના વિઝા મળી જતા હતા, પરંતુ હવે એવું નથી રહ્યું. હવે કેનેડાના વિઝા મેળવવા માટે 4 મહિનાની રાહ જોવી પડશે. મળતી માહિતી અનુસાર, દિવાળી દરમિયાન વિદેશી ભૂમિની શોધખોળના પ્રવાસીઓના સપના પર તૂટી શકે છે.


4થી 5 મહિનાનો સમય લાગી શકશે

યુએસ ટૂર પર જતા ઘણા પ્રવાસીઓ પણ કેનેડાની મુલાકાત લેવા ઇચ્છે છે. પહેલા જો અરજદાર પાસે યુએસ વિઝા હોય તો કેનેડાના વિઝા મેળવવું પહેલા સરળ હતું. પરંતુ હવે એવું નથી રહ્યું. પહેલા બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ થયા પછી, એમ્બેસી 7થી 8 દિવસમાં જ વિઝા સ્ટેમ્પિંગ માટે પાસપોર્ટ મંગવતી હતી. પણ હવે તેમાં 4થી 5 મહિનાનો સમય લાગી શકે છે.

20 લાખ વિઝા અરજીઓ પેન્ડિંગ

કેનેડાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેમની પાસે 20 લાખ વિઝા અરજીઓ પેન્ડિંગ છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. જેમણે જૂનના પ્રથમ સપ્તાહમાં અરજી કરી હતી તેઓને હવે વિઝા મળી રહ્યા છે.

શેંગેન વિઝા માટે અરજી કરવામાં આવી

આની અસર અન્ય પસંદગીના આંતરરાષ્ટ્રીય વિઝા પર પણ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર એક નાગરિક દ્વારા યુરોપના શેંગેન વિઝા માટે અરજી કરવામાં આવી હતી. જેના વિઝાની અરજી અસ્વીકાર કરવામાં આવી હતી.

ઘણા અરજદારોના વિઝા રિજેક્ટ

દિવાળી એ એવો સમય છે જ્યારે લોકો મુસાફરી કરવાનું પસંદ કરે છે, અને બુકિંગ હંમેશા અગાઉથી કરવામાં આવતું નથી. રિટર્ન ટિકિટ, હોટેલ રિઝર્વેશન અને મુસાફરી વીમા સહિતના તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા છતાં, ઘણા અરજદારો અસ્વીકારનો સામનો કરી રહ્યા છે.

યુરોપ જવાનું આયોજન કરનારાઓ માટે સ્થિતિ ભયજનક

દિવાળી દરમિયાન યુરોપ જવાનું આયોજન કરનારાઓ માટે પણ સ્થિતિ ભયજનક છે. મળતી માહિતી મુજબ, શેંગેન વિઝા ઇન્ટરવ્યુ માટે ફેમિલી એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ નથી. દરેક સભ્યએ વ્યક્તિગત રીતે અરજી કરવી જરૂરી છે, જે પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે અને વિલંબ અને અસ્વીકારની સંભાવના વધારે છે. યુએસ વિઝાની રાહ લગભગ એક વર્ષ લાંબી છે.

 રાહ જોવાનો સમય એક વર્ષ સુધી લંબાયો

મહત્વનું કહી શકે કે, એપ્લિકેશનનો બેકલોગ, ખાસ કરીને યુ.એસ. માટે, નવી નિમણૂકો તરફ દોરી જાય છે, જેના પરિણામે રાહ જોવાનો સમય એક વર્ષ સુધી લંબાયો છે. આના કારણે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પ્રવાસીઓ પર નોંધપાત્ર અસર પડી છે, જેઓ નિશ્ચિતપણે તેમની ભાવિ મુસાફરીનું આયોજન કરવામાં અસમર્થ છે

  • Follow us on: