World's 14th Critical Successful Operation Perform by Ahmedabad Doctors
  • Home
  • Ahmedabad
  • અન્નનળી વગર જન્મેલાં બાળકને અ’વાદનાં ડોક્ટરોએ આપ્યું નવજીવન, વિશ્વનું 14મું સૌથી ક્રિટિકલ ઓપરેશન

અન્નનળી વગર જન્મેલાં બાળકને અ’વાદનાં ડોક્ટરોએ આપ્યું નવજીવન, વિશ્વનું 14મું સૌથી ક્રિટિકલ ઓપરેશન

 | 5:01 pm IST

હાલ કોરોનાની મહામારીમાં ડોક્ટર જ ધરતી પર સાક્ષાત ભગવાન હોવાનું લોકો અનુભવ કરી રહ્યા છે. તેવામાં કોરોના મહામારી વચ્ચે પણ ડોક્ટરો અન્ય ગંભીર પ્રકારની બીમારીથી પીડાતાં દર્દીઓને નવજીવન બક્ષી રહ્યા છે. તેવામાં વિશ્વનું સૌથી ક્રિટિકલ 14મું સફળ ઓપરેશન અમદાવાદ ખાતે કરવાં આવ્યું છે. અમદાવાદમાં એક બાળક જન્મથી જ અન્નનળી વગર જન્મયો હતો. અને બાળકને ખોરાક આપવો અશક્ય હતો. પણ અમદાવાદની ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરોએ ક્રિટિકલ ઓપરેશન કરી બાળકને નવું જીવન પ્રદાન કર્યું હતું.

ખેડામાં રહેતાં અને ફળ વેચતાં યુવકનાં ઘરે ટ્વીન્સ બાળકોનો જન્મ થયો હતો. ટ્વીન્સ બાળકોનાં જન્મની ખુશી લાંબો સમય ન ચાલી. કેમ કે, તેમાંથી એક બાળક તંદુરસ્ત હતું જ્યારે બીજા બાળકની હાલત ખુબ જ ક્રિટિકલ હતી. ખુશીનાં માહોલમાં પણ સમગ્ર પરિવારમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી. બીજા બાળકને જન્મથી જ અન્નનળીનાં બે ભાગ હતા. એટલે જેવો તે દૂધ પીવે તે સીધું જ બહાર નીકળી જતું હતું. અને આ પરિસ્થિતિ બાળકનાં જીવ માટે ખુબ જ ગંભીર હતી. જે બાદ બાળકનો જીવ બચાવવા માટે આ પરિવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બાળકને લઈને આવ્યા હતા.

નાજુક બાળક પર ઓપરેશન કરવું ખુબ જ ગંભીર હતું. અને ખોરાક વગર જીવવું પણ ગંભીર હતું. આવા સમયે ડોકટરે અન્નનળીની જગ્યાએ એક પાઇપ મૂકીને ખોરાક શરુ કર્યો. આઠ મહિના બાદ સમય આવ્યો બાળકનાં ઓપરેશનનો. બાળકના શરીરમાં અન્નનળી નાખવાનું ઓપરેશન અઢી કલાક સુધી ચાલ્યું હતું.

તમને જાણીને નવાઈ લાગશે પણ સમગ્ર વિશ્વમાં આટલાં ક્રિટિકલ ઓપરેશન માત્ર 13 જ થયા છે, તેવો દાવો અમદાવાદના ડોક્ટરે કર્યો છે. અને સમગ્ર વિશ્વનું આ 14મું ક્રિટિકલ ઓપરેશન અમદાવાદમાં કરાયું હતું. જો કે, ડોક્ટરોને કારણે બાળકને નવજીવન મળતાં સમગ્ર પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.

આ વીડિયો પણ જુઓઃ જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ગિરનારની સીડીઓ પર પાણી વહ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન